ETV Bharat / state

Banaskantha Special News : પિતાએ પુત્રની યાદમાં બનાવ્યું "કુલદીપ વન", આવી જોરદાર છે જગ્યા

author img

By

Published : Jul 1, 2023, 6:47 PM IST

બનાસકાંઠામાં એક પિતાએ પુત્રની યાદમાં અનોખું વન બનાવ્યું છે. નડાબેટની સરહદને અડીને આવેલા ભરડવા ગામમાં નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. ભરડવા ગામના થાનાજી રાજપૂતે 31 લાખના ખર્ચે પુત્રના નામ પર પિતાએ કુલદીપ વન બનાવ્યું છે. જાણો એવું શું બન્યું હતું કે પુત્ર પ્રેમમાં પિતાએ ઉપવન બનાવ્યું ? શા માટે કુલદીપ વન છે આટલું ખાસ...

Banaskantha Special News : પિતાએ પુત્રની યાદમાં બનાવ્યું "કુલદીપ વન"

પુત્રની યાદમાં બનાવ્યું "કુલદીપ વન"

બનાસકાંઠા : જિલ્લાના સરહદી પંથક વિસ્તારના સુઈગામ તાલુકામાં ભરડવા ગામ આવેલું છે. ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા નડાબેટ વિસ્તારમાં નડેશ્વરી માતાજીના મંદિરે રાસ ગરબા યોજાય છે. દર વર્ષે નવરાત્રીના સમયમાં શરદપૂર્ણિમાના દિવસે થાનાજી માનાજી રાજપૂત રાસ ગરબાનું આયોજન કરે છે. આ ઉપરાંત અહીં એક ખાસ ઉપવન છે. જેનું મહત્વ જાણવા માટે પહેલા વિડીયો જુઓ

પુત્રની યાદમાં નિશાની : થાનાજી રાજપૂતના પુત્ર કુલદીપ થાનાજી રાજપૂતનો જન્મ 03/02/2004 ના રોજ થયો હતો. આજથી 6 મહિના પહેલા એટલે 10/10/ 2022 ના રોજ નડેશ્વરી માતાજીના મંદિરે શરદપૂર્ણિમા રાસ ગરબાનું પુર્ણાહુતિ કર્યા બાદ તેમનો પુત્ર કુલદીપ બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન નડાબેટથી માત્ર બે કિલોમીટર દૂર અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેનું અવસાન થયું હતું. થાનાજીએ પુત્રનું અવસાન થયા બાદ તેમની યાદ હંમેશા તાજી રહે તે માટે એક સુંદર ઉપવન બનાવવાનું વિચાર્યું, જેનું નામ રાખ્યું "કુલદીપ વન".

કુલદીપ વનમાં અનેક સુવિધા : થાનાજી રાજપૂતે પોતાના પુત્ર કુલદીપની યાદમાં માઁ નડેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં પોતાના પુત્રના નામ પર કુલદીપ વન બનાવ્યું. જેમાં માઁ નડેશ્વરીનો ઇતિહાસ દર્શાવતો એક મેમોરિયલ હોલ બનાવવામાં આવ્યો છે. સ્વામી સચ્ચિદાનંદજી બાપુની જીવન ઝલક, વીર પુરુષોના સ્મારક, સ્વ. કુલદીપસિંહનું સ્ટેચ્યુ, આધુનિક ગાર્ડન, બાળકોને રમત ગમત માટે અલગ-અલગ રાઈડ શો, લાઇબ્રેરી, ઠંડા પીવાના પાણીની પરબ, બેસવા માટે બાંકડા, ગજુંબો, જેવી સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપવન બનાવામાં 31 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

નડેશ્વરી માતાજીના મંદિરમાં હું ટ્રસ્ટી છું. મારો પુત્ર કુલદીપ નડેશ્વરીના મંદિરમાં શરદપૂર્ણિમાના દિવસે રાસ-ગરબા રમીને ઘરે પાછો આવી રહ્યો હતો. રસ્તામાં માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ અમે મંદિરની બાજુમાં કુલદીપ વન બનાવવાનું વિચાર્યું હતું. ત્યારબાદ 31 લાખ રૂપિયાના ખર્ચે માઁ નડેશ્વરીની બાજુમાં પડેલી જગ્યામાં કુલદીપ વન બનાવ્યું છે. આ કુલદીપ વનની અંદર માઁ નડેશ્વરીનો સમગ્ર ઇતિહાસ છે. પૂજ્ય સચ્ચિદાનંદજી બાપુનો ઇતિહાસ, વીર પુરુષોના સ્મારકો, સ્વ. કુલદીપસિંહનું સ્ટેચ્યુ, આધુનિક ગાર્ડન, લાઇબ્રેરી, પીવાનું ઠંડુ પાણી, બેસવા માટે બાંકડાની સમગ્ર વ્યવસ્થા કરી છે. અહીં ગુજરાતભરમાંથી મુલાકાતી આવે છે. તેઓ કુલદીપ વનની મજા માણે છે અને સમગ્ર ઇતિહાસ પણ અહીંથી જાણે છે.-- થાનાજી માનાજી રાજપૂત (કુલદીપના પિતા)

મુલાકાતીઓની માનીતી જગ્યા : ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા નડાબેટ વિસ્તારમાં ઐતિહાસિક અને અતિ પ્રાચીન નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં દૂર-દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવે છે. સાથે જ આ મંદિરની બાજુમાં થાનાજી રાજપુતે પોતાના પુત્રની યાદમાં અનોખું કુલદીપ વન બનાવવામાં આવ્યું છે. ત્યારે કુલદીપ વનની મુલાકાત માટે પણ સમગ્ર ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે.

  1. Banaskantha Rain : બીપરઝોય વાવાઝોડાને કારણે બનાસકાંઠામાં ઇઝરાયેલી ખારેકમાં લાખોનુ નુક્શાન, ખેડુતો થયા બેહાલ
  2. Banaskantha news : ડીસામાં પાલિકાએ દબાણ દૂર કરાતા બાળકો સહિત લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, વરસાદના વાતાવરણમાં લોકો જાય ક્યા?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.