બનાસકાંઠામાં નહીંવત વરસાદ પડ્યો છે, જેના કારણે આ વર્ષે ચોમાસામાં પાણીની મોટી સમસ્યા સર્જાય શકે તેમ છે, ત્યારે માનવ સેવા સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પશુ-પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આજે પણ માનવ સેવા સંગઠન ડીસા દ્વારા 5000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારત દેશમાં છેલ્લા કેટલાય સમયથી ચકલીઓ લુપ્ત થઈ રહી છે. જેનું મુખ્ય કારણ માનવ જાતિ દ્વારા હાલ હવામાં ફેલાવવામાં આવતું પ્રદૂષણ છે. જે ચકલીઓ રોજ સવારે આપના આંગણામાં આવી કલરવ કરી અને આપણે જગાડતી તે ચકલીઓ હાલ લુપ્ત થઈ રહી છે, ત્યારે આવી ચકલીઓ પાછી આવે તે માટે ડીસા માનવ સંગઠન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ચકલીઓના માળા બનાવીને દરેક વ્યક્તિ પોતાના ઘરે રાખે તે માટેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય પશુ-પક્ષીઓ પણ આવી કાળઝાળ ગરમીમાં રક્ષણ અને પાણી મળી રહે તે માટે પણ પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.