- ગામડાઓમાં કોરોનાની બીજી લહેરનો કહેર
- દરેક ધારાસભ્ય પોચતાના મતવિસ્તારમાં કરે મદદ
- મોડાસાના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી કરી 50 લાખની મદદ
મોડાસા- અરવલ્લી: કોરોનોનો કહેર ગામડાઓમાં યથાવત્ છે અને આ કહેરને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર પણ મહેનત કરી રહ્યું છે એવામાં અરવલ્લી જિલ્લાના સરકારી અરોગ્ય કેંદ્રો અને ખાનગી ટ્રસ્ટ સંચાલીત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓના સારવાર તેમજ નિરીક્ષણના સાધાનો આભાવ અને અછત જોવા મળી રહી છે.
50 લાખની ગ્રાન્ટ ફાળવવવામાં આવી
આ સમસ્યાને થોડા ઘણા અંશે હળવી કરવા માટે રાજ્ય સરકારે ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આવતી કોવિડ હોસ્પિટલ્સ તેમજ સેન્ટર્સમાં ફરજિયાતપણે ઓછામાં ઓછા 50 લાખની ગ્રાન્ટ, કોવિડ -19 સામે લડવા માટે આરોગ્યલક્ષી સાધનો માટે ફાળવવા જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસંધાને મોડાસા ધારાસભ્ય રાજેંદ્રસિંહ ઠાકોર દ્રારા ધારાસભ્ય ફંડ માથી ગ્રાન્ટની ફાળવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : રાજયના ગૃહ પ્રધાને ખેડાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સમીક્ષા કરી
આરોગ્ય કેન્દ્રમાં મશિનો પહોંચાડવામાં આવ્યા
મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે તેમના મતવિસ્તારમાં ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો માટે અંદાજે 24.15 લાખ તેમજ ઘાંચી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ માટે આરોગ્ય લક્ષી સાધનો માટે 9.90 લાખ તેમજ મોડાસા શહેરની લઘુમતી સમાજ દ્વારા સંચાલિત વિવિધ હોસ્પિટલમા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો માટે 12.60 લાખની ગ્રાન્ટ મળી કુલ 46.65 લાખની ગ્રાન્ટ ધારાસભ્ય ફંડ માથી ફાળવણી કરવા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીને ભલામણ કરવામાં આવી હતી.