- અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું
- કોરોના ફેલાતો અટકાવવા માટે વહીવટી તંત્ર લઇ રહ્યા છે વિવિધ પગલાં
- જનસેવા કેન્દ્રો 30 એપ્રિલ સુધી બંધ રાખવા કર્યો આદેશ
અરવલ્લી: જિલ્લામાં સઘન રેપીડ ટેસ્ટિંગ શરૂ થવાથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વિસ્ફોટના ભય વચ્ચે રેપીડ ટેસ્ટમાં અનેક લોકો પોઝિટિવ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
આ પણ વાંચો: અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર દસ દિવસ સુધી બંધ રહેશે
જન સેવા કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો
જિલ્લામાં મોડાસા, બાયડ, માલપુર, ધનસુરા, મેઘરજ સહિત આવેલા જન સેવા કેન્દ્રોમાં રોજે-રોજના કામકાજ અર્થે મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે. જેથી આ પરિસ્થિતિમાં કલેક્ટરે કોરોના વાઈરસ વધુ ન ફેલાય તે માટે 30 એપ્રિલ સુધી તમામ જન સેવા કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: અરવલ્લીના સરડોઇમાં કોરોનાનો ફેલાવો અટકાવવા બે દિવસ સ્વયંભૂ બજારો રાખ્યા બંધ
અતિઆવશ્યક સંજોગોમાં જનસેવા કામગીરી માટે મામલતદારનો સંપર્ક કરવાનું સૂચન
કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થતાં જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકારના માર્ગદર્શન અનુસાર અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે અતિઆવશ્યક સંજોગોમાં જનસેવા કામગીરી માટે મામલતદારનો સંપર્ક કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.