- આણંદમાં 28 ઓકટોમ્બર સુધીમાં તંત્રના ચોપડે કોરોનાના કુલ કેસ 1401
- એપ્રિલમાં કોરોનાની વધુ અસર ખંભાત જોવા મળી હતી
- 1401 કેસમાંથી સ્વસ્થ બનેલા દર્દીઓની સંખ્યા 1329
આણંદઃ જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયા બાદ આ મહામારીની સૌથી વધુ અસર ખંભાત શહેર અને તાલુકામાં જોવા મળી હતી. ત્યારબાદ લોકડાઉન અને અનલોકના ક્રમવાઇઝ અમલીકરણ વચ્ચે આણંદ શહેર સહિત તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. જિલ્લામાં 28 ઓકટોબર સુધીમાં તંત્રના ચોપડે કુલ 1401 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી સારવાર બાદ સ્વસ્થ બનેલા 1329 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
કરોનાના નિયમ પાલનની કરાઇ હતી અપીલ
જયારે 76 દર્દીઓ સારવાર હેઠળ હતા. જો કે, કોરોના સામે રક્ષણ માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમપાલન માટે જિલ્લાના વહીવટી, આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સતત અપીલ કરવામાં આવી હતી. છતાંયે બજારોમાં વધતી ભીડભાડ અને કોરોના પ્રત્યે બેદરકારી દાખવનારાઓની સંખ્યા પણ વધી રહ્યાનું ચિંતાજનક ચિત્ર જોવા મળી રહ્યું છે.
આણંદ જિલ્લામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના સંક્રમણ પાછળની ગંભીર બાબતે પણ છે કે મહિના અગાઉ આણંદ શહેરમાં માસ્ક વિના ફરનારાઓ પાસેથી દંડ વસૂલાતની તંત્રની ટીમો વિવિધ ચોકડી સહિતના વિસ્તારોમાં તૈનાત જોવા મળતી હતી. આથી દંડની બીકે પણ લોકો માસ્ક પહેરતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જાણે કે કોરોના નાબૂદ થઇ ગયો હોય તેવી સ્થિતિમાં બજારોમાં સૌની હરફર જોવા મળી રહી છે. ઉપરાંત માસ્ક વિના ફરનારાઓ સામે પણ કોઇ દંડનીય કાર્યવાહી થઇ રહી નથી. એક નજરે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મામલે બેદરકારી ભલે નાની બાબત લાગતી હોય પરંતુ સંક્રમણ ફેલાવવા માટે જરા સરખી ચૂક પણ કાફી છે.
આણંદ શહેર સહિત તાલુકામાં કોરોનાના કુલ 573
શરુઆતથી અત્યાર સુધીમાં આણંદ શહેર સહિત તાલુકામાં કુલ 573 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેઓને વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થ રાખવામાં આવ્યા હતા. જેમાંથી 535 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. હાલમાં 35 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ એક સમયે કોરોના પોઝિટિવના એપી સેન્ટર ગણાતા ખંભાત પંથકમાં અત્યાર સુધીમાં કુલ 249 પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી સારવાર બાદ સ્વસ્થ બનેલા 230 દર્દીઓને રજા આપવામાં આવી છે અને હાલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોજીત્રા પંથકમાં એકપણ એક્ટિવ કેસ નથી. મતલબ કે અત્યાર સુધી નોંધાયેલા ર૪ પોઝિટિવ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ બન્યા છે.
વાસ્તવિક આંકડો વધુ! પણ તંત્રના ચોપડે કોરોનાથી કુલ 16 દર્દીનાં મોત
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે કોવિડ-19ની ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવનારા દર્દીઓની મોટી સંખ્યા જોવા મળી હતી. જેમાંથી ખાસ કરીને વૃદ્વ અને ટીબી, ડાયાબિટીશ સહિતની બીમારી ધરાવનારા દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ પણ નિપજ્યાનું જાણવા મળ્યુ છે પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ લેબના રિપોર્ટના આધારે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ધ્યાને લેવાતી હોવા સહિત તે પૈકીના દર્દીનું મૃત્યુ નિપજે તેને જ કોરોનાથી મૃતક આંકમાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યું છે. કોરોના મૃતકોની સંખ્યા ગુપ્ત રાખવાનું રાજયસ્તરેથી દબાણ થઇ રહ્યાનો વિવાદ અગાઉ પણ ચર્ચિત બન્યો હતો. કોરોનાથી અત્યાર સુધી જિલ્લામાં લગભગ 80 થી વધુ લોકોના મોત નિપજ્યાની સંભાવના છે પરંતુ તંત્રના ચોપડે 4 તાલુકામાંથી માત્ર 16 મૃત્યુ દર્શાવવામાં આવી રહ્યા છે.
શહેર | એક્ટિવ દર્દી | સ્વસ્થ દર્દી |
આણંદ | 573,35 | 535 |
ખંભાત | 249,8 | 230 |
આંકલાવ | 54,3 | 51 |
બોરસદ | 145,10 | 134 |
પેટલાદ | 217,8 | 209 |
સોજીત્રા | 24 | 24 |
તારાપુર | 211 | 20 |
ઉમરેઠ | 9,211 | 80 |
આણંદ જિલ્લામાં સરકારી ચોપડે આજદિન સુધી કુલ 16 લોકો ના કરોના ના કારણે મત્યું નિપજયા હોવાની જાણકારી નોંધવામાં આવી છે જેમાં તાલુકા પ્રમાણે આંકડા નીચે મુજબ છે.
શહેર | મૃત્યુ આંક |
આણંદ | 3 |
ખંભાત | 11 |
ઉમરેઠ | 1 |
બોરસદ | 1 |
આંકલાવ | 0 |
પેટલાદ | 0 |
સોજીત્રા | 0 |
તારાપુર | 0 |