પ્રાપ્ત વિગતો મુજબ, વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી થઈ હતી જેને પગલે મુસ્લિમ પરિવારે વી.એસ. હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને મુસ્લિમ મહિલા નસરીનના મૃતદેહની માંગણી કરી હતી. રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. તેમજ મુસ્લિમ લોકો દ્વારા પવિત્ર પર્વ નિમતે રોઝા રાખવામાં આવતા હોય છે.
ત્યારે હોસ્પિટલમાં પહોંચેલા મુસ્લિમ પરિવાર દ્વારા વી.એસ.હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ નમાજ અદા કરવામાં આવી હતી અને સંધ્યા સમયે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ રોઝા ખોલવાની ફરજ પડી હતી.