અમદાવાદ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા પ્રયાસો તેજ કર્યા છે. ભાજપ દ્વારા કેન્દ્રિય પ્રધાનો ગુજરાતમાં આવી સ્ટાર પ્રચારક તરીકે અલગ અલગ બેઠકો પર પ્રચાર કરાવાઈ રહ્યો છે. તેવામાં ભાજપના કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પ્રેસ યોજી મીડિયા સાથે વાત કરી હતી. તો બીજી બાજૂ વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે કલાકો બાકી રહી છે. ત્યારે નેતાઓ દ્રારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
આકરા પ્રહારો રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા (Rajiv Chandrasekhar attacks Congress and AAP )પ્રહારો કર્યા હતા. તેઓએ નિવેદન આપ્યું હતું કે આ વખતે પરિવર્તનનું નાટક રચવાનું કોંગ્રેસે શરૂ કર્યું છે. 2008 માં દેશમાં ગ્લોબલ ફાઇનાન્સ ક્રાઇસીસ હતું ત્યારે કોંગ્રેસે ફાઇનાન્સીયલ સેક્ટરનો વિનાશ કર્યો હતો. અને તે પછી 2009 થી 2014 સુધી આ સ્થિતિ જોવા મળી હતી.
ભારત ફાઇનાન્સિયલ સેકટર રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે વર્ષ 2020 માં કોરોના કાળ બાદ પણ ભારત ફાઇનાન્સિયલ સેકટરમાં આગળ વધ્યું છે. 2022 માં એક લાખ કરોડથી વધુ પ્રોડક્ટ ભારતમાં બની વિદેશમાં જાય છે. કોંગ્રેસ રાજસ્થાનની વાત નથી કરતું, કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં સૌથી વધુ મહિલા અત્યાચાર, અને ગુનાઓ થાય છે. જ્યારે Aapના પ્રધાનને જેલમાં સુવિધાઓ મળે છે. આ વખતે ગુજરાત ભાજપ તમામ રેકોર્ડ તોડશે.