સરદારનગર વિસ્તારમાં અનેક વખત પોલીસ દ્વારા દારૂ-જુગારના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી છે. જેમાં મોટા ભાગની રેડ સફળ જ જાય છે. પરંતુ રેડના પૂરી થયા બાદ બેફામ બનેલા બુટલેગરો ફરીથી દારૂ અને જુગાર શરુ કરે ડ છે.ગત અઠવાડિયામાં જ ડીજી વિજીલન્સની ટીમ દ્વારા સરદારનગરમાં રેડ કરીને મોટા પ્રમાણમાં જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જે બાદ સરદારનગરના PIને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો તેના થોડા દિવસ બાદ સરદારનગર પાસે દારૂનું ખુલ્લેઆમ વેપાર થતો જોવા મળ્યો હતો.
ધોળા દિવસે ખુલ્લામાં દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ એકશનમાં આવી અને વધુ કડક કાર્યવાહી કરવામાં આવે અને દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા સ્પેશીયલ ૪ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 1 પીએસઆઈ 9 જેટલા પોલીસ કર્મી સહીત 10 લોકોને રાખવામાં આવ્યા છે.ચારેય ટીમ 24 કલાક કામ કરે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જ્યાં સુધી દારૂ જુગારની પ્રવૃતિઓ સંપૂર્ણ પણે બંધ ન થાય ત્યાં સુધી રેડ ચાલુ રહેશે તેવી ઝોન-4 DCP નીરજ બળગુર્જરે જણાવ્યું હતું.