સરસપુર વિસ્તારમાં સિટીગોલ્ડ સિનેમા નજીક પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરા શનિવારે સાંજે ઘરમાં રસોઈ બનાવતી હતી ત્યારે, પાડોશમાં રહેતો શખ્સ ઘરમાં આવ્યો હતો. પાછળથી સગીરાને પકડી તેની સાથે અડપલાં કર્યા હતા.
સગીરા બુમાબુમ કરીને ઘરની બહાર નીકળી ગઈ હતી અને આસપાસના લોકો ભેગા થઈ જતા યુવક ભાગી ગયો હતો. આ મામલે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.