ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2019 માટે જાહેર કરેલી પ્રક્રિયામાં માત્ર એક જ ગ્રાઉન્ડ કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિથી કરવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષમાં કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિથી પ્રથમ રાઉન્ડના 30 ટકા બેઠકો ભરવામાં આવી હતી. આ સંજોગોમાં દરેક વિદ્યાર્થીઓને મેરીટના આધારે પસંદગીની તકો મળે તે માટે ગત વર્ષની જેમ જ પ્રથમ ત્રણ રાઉન્ડ ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન પ્રવેશ મેરીટ આધારિત કરવી જોઈએ. યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા પ્રવેશના નિયમોમાં કોઈ જગ્યાએ risip લિંક કે સેકન્ડ કઈ રીતે થશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેના કારણે મેરીટ અને પસંદગીની તકો વિદ્યાર્થીઓ પાસેથી છીનવાઈ જશે.
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કુલપતિને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આ તમામ બાબતોને લઇને યુનિવર્સિટીમાં જે પ્રવેશ પ્રક્રિયા અગાઉ હતી, તે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મેરીટ આધારિત પસંદગીની તક વધુ મળે તે માટે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ત્રણ રાઉન્ડ કરવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવે. સાથે જ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા ત્રણ રાઉન્ડ મેરીટ આધારે કરી આપવામાં આવે તેવી વ્યવસ્થા થાય તે માટે વિનંતી કરી હતી અને આ પદ્ધતિ વિદ્યાર્થીઓના હિતમાં રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું