અમદાવાદઃ આ કેસના મૂળ ફરિયાદીઓ મુકેશ અને સિદ્ધાર્થ ભંડારી તરફથી હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરવામાં આવી છે કે, આરોપી એમડી શૈલેષ ભવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશિયાલિટી હોસ્પિટલ લિમિટેડના ડાયરેક્ટર નાગેશ ભવરલાલ ભંડારી સહિતના આરોપીઓ રાજકીય સાંઠગાંઠ અને બહુ લાગવગ ધરાવતા પ્રભાવશાળી વ્યકતિઓ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ તેઓ સાંઠગાંઠ ધરાવતા હોવાથી પોલીસે હજુ સુધી આ આરોપીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી નથી.
ઇલેક્ટ્રોથર્મ લિમિટેડના ફાઉન્ડરની ખોટી સહી કરી ટાન્ઝાનિયામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા માટે આરોપીઓએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા 480 કરોડની લોન ફેસીલીટી મેળવી લીધી હતી.