ETV Bharat / state

અપ ટું ડાઉન...‘અમદાવાદ’ લૉકડાઉન..., જુઓ ડ્રોનની નજરે અદ્દભૂત નજારો - લોકડાઉન

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા હવે ઝડપથી વધી રહી છે. લોકલ ટ્રાન્સમીશનને કારણે ગુજરાતમાં કોરોનાના કુલ 432 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાં છે. અમદાવાદમાં કુલ 228 કેસ રાજ્યમાં સૌથી વધુ છે, ત્યારે હવે અમદાવાદ પોલીસ વધુ કડકાઈથી લૉકડાઉનનું પાલન કરાવી રહી છે.

અમદાવાદનું ‘લૉક ડાઉન’ ડ્રોનની નજરે… જૂઓ વિડીયો

author img

By

Published : Apr 11, 2020, 3:11 PM IST

Updated : Apr 11, 2020, 9:33 PM IST

અમદાવાદ : અમદાવાદમાં લૉકડાઉન દરમિયાન પણ લોકો બહાર ફરતાં હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના રહીશો કે એપાર્ટમેન્ટના રહીશો એકઠા થઇને ભજીયા પાર્ટી ક્રિકેટ રમતાં કે કેરમબોર્ડ રમતાં હોવાના અહેવાલો બહાર આવ્યાં, ત્યાર બાદ ડીજીપી શિવાનંદ ઝાએ નિર્ણય લઈને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં કેમેરાવાળા ડ્રોન ઉડાડીને આવા લોકોને ઝડપી લેવા પ્રયાસો કર્યા છે. જે પ્રયાસોને પગલે અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી ગુજરાતમાં 3,480 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

અમદાવાદના લોકડાઉનના દશ્યો
24 કલાક સતત ટ્રાફિકથી ધમધમતું અમદાવાદ આજે લૉકડાઉનમાં સાવ સૂમસામ થઈ ગયું છે. અમદાવાદ પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને તેના કેમેરામાં લૉકડાઉનના દ્રશ્યો કંડાર્યા છે. કયારેય આવું અમદાવાદ તો કોઈએ નહી જોયું. એટલે આપ પણ ઘરે રહો… સુરક્ષિત રહો… અને અત્રે આપેલા વીડિયોમાં જુઓ કે ડ્રોન કેમેરાથી લૉકડાઉનમાં સપડાયેલુ અમદાવાદ કેવું લાગે છે?

Last Updated : Apr 11, 2020, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.