તપાસ દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ કરીને અભિષેક ઉર્ફે બિરજુ શર્મા નામના આરોપીની ગાંધીનગરથી ધરપકડ કરાઈ હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનનો અભ્યાસ ઇન્સ્યુટ ઓફ લેંગ્વેજ સ્ટડીસ એન્ડ સોશિયલ અપ્લાઈડ સાયન્સ વિદ્યાનગર આનંદ ખાતે અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન ફરિયાદી યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો અને પ્રેમ સંબંધ બંધાયો હતો.
ફરિયાદી યુવતી બીજા છોકરાઓ સાથે સંપર્ક રાખતી હોવાથી આરોપીને ખબર પડતાં ફરિયાદ યુવતીને ડરાવવા માટે પોર્ન સાઈટ પરથી નગ્ન ફોટા ડાઉનલોડ કરી. ફેક ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી તે આઈડી પરથી ફરિયાદીને તેમજ તેના મિત્રોને ગંદા મેસેજ કર્યા હતા. સાયબર ક્રાઈમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.