પ્રાપ્ત વિગતો મુજબ, 9 મહિના અગાઉ રામોલ વિસ્તારમાં રહેતી યુવતી સાથે B.Com ની એટીકેટીની પરીક્ષા અંગેના ફોર્મ ભરવાના બહાને ગેસ્ટ હાઉસમાં લઇ જઈને 4 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતી ગર્ભવતી થઇ હતી અને યુવતી સાથે થયેલ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ અંગે યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી. દુષ્કર્મના 9 માસ બાદ યુવતીનું સારવાર દરમિયાન કિડની પર ગંભીર અસર થતા મોત નીપજ્યું હતું. યુવતીના મોત મામલે પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે અને પરિવારે ન્યાયની માંગણી પણ કરી છે.
રામોલ પોલીસના સ્ટેશનના PI કે.એસ.દવે સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, આ મામલે પોલીસે તપાસ કરી હતી જેમાં એક શકમંદ યુવકની અટકાયત કરી છે અને યુવકની પૂછપરછમાં અન્ય યુવકના નામ સામે તેવી શક્યતા છે.