ETV Bharat / state

88 વર્ષીય શિક્ષિકાએ પેન્શનની 1,11,111 રકમ CM રાહત ફંડમાં દાન કરી - મુખ્યપ્રધાન રાહત ફંડ

ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલી આતિથ્ય સોસાયટીમાં રહેતા રંજનબહેન શાહ નિવૃત શિક્ષિકા છે. જેઓ 88 વર્ષની વય ધરાવે છે, તેમણે પેન્શનમાંથી થતી કુલ રકમમાંથી રૂપિયા 25,000 ધોળકામાં ચાલતાં ગરીબ કુટુંબ માટેના રસોડામાં અને રૂપિયા 1,11,111 મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવા માટે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ચેક અર્પણ કર્યો હતો.

ધોળકાના 88 વર્ષના શિક્ષિકાએ પેન્શનની કુલ આવકમાંથી 1,11,111 સીએમ રાહત ફંડમાં આપ્યાં

author img

By

Published : Apr 25, 2020, 9:11 PM IST

અમદાવાદઃ ધોળકાના નિવૃત શિક્ષિકા રંજનબહેને પોતાની કુલ બચતમાંથી ફક્ત રૂપિયા 10,000 જે તેમના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે પોતાની પાસે રાખ્યાં છે. રંજનબહેને જણાવ્યું હતું કે, દેશસેવા માત્ર સરહદ પર જવાથી જ થાય તેવું નથી. ઘરમાં બેસીને પણ દેશની સેવા કરી શકાય છે.

આજે સમગ્ર દેશ એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે શિક્ષિકા તરીકે મને સતત એવું થયા કરતું હતું કે, મારે મારી શક્તિ મુજબ કોઈને કોઈ રીતે દેશને મદદરૂપ થવું જોઈએ. આ વિચારમાંથી જ મારા પેન્શન પેટે વાર્ષિક આવક અને તેની બચત છે. જેમાંની મોટાભાગની રકમ મેં મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા નક્કી કરતાં રૂપિયા 1,11,111નો ચેક શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને અર્પણ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.