થોડા સમય અગાઉ સાયબર સેલને એક ફરિયાદ મળી હતી. જે આધારે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ચોક્કસ ગેંગના આધારે ચિટિંગ કરવામાં આવી રહ્યું છે. તામામ કડીઓને જોડતા દિલ્હી ખાતે ટિમ મોકલી કોલ સેન્ટર ચલાવતી આખી ગેંગને ઝડપી લેવામાં આવી છે આરોપીઓના અડ્ડા પરથી કોમ્પ્યુટર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે ...
આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેમાં 2 મુખ્ય સંચાલક છે જે બેન્ક અને અન્ય મેનેજમેન્ટ કામ સાંભળતો હતો જ્યારે અન્ય સંચાલક ટેક્નિકલ બાબત સાંભળતો હતો. 3 જેટલી નકલી વેબ સાઇટ બનાવવામાં આવી હતી જેમાં કોઈપણ ખરીદી કરવા માટે સર્ચ કરે એટલે તેની વિગતો મેળવી લેતા હતા. સાથે જ અન્ય લોકોની લીડ મેળવતા હતા જેના આધારે ગ્રાહકોને કોલ કરી લોભામણી વાતો કરી કુરિયર ચાર્જ રજિસ્ટ્રેશન ચાર્જ જેવા બહાના હેઠળ લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા .
આરોપીઓએ ગુજરાત અને દિલ્હી ખાતે સૌથી વધારે લોકોને ભોગ બનાવ્યા છે ગુજરાતમાં 3200 થી વધારે જ્યારે દિલ્હીમાં 3000 લોકોને તેમણે કોલ કર્યો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી આ નેટવર્ક કેટલું ફેલાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.