આયુષ્યમાન ખુરાના માટે ખુશીના સમાચાર છે કે, એની તાજેતરની કોમેડી ફિલ્મ 'બાલા' સાઉદી અરેબિયામાં રિલીઝ થવા જઇ રહી છે..
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે તેના ટ્વિટર પર શેર કરી હતી કે, 'બાલા'એ સેન્સર બોર્ડને પાર કરી દીઘું છે. તે 14 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયામાં રિલીઝ થશે.
અમર કૌશિકની નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ફિલ્મનું બોકસ ઓફિસ કલેક્શન પણ સારુ રહ્યું છે. 8 નવેમ્બરના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે તેના શરૂઆતના દિવસે 10.15 કરોડની કમાણી કરી હતી.
દિનેશ વિજને ફિલ્મમાં પ્રોડ્સૂસ કરી છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, યામી ગૌતમ, જાવેદ જાફરી અને સૌરભ શુક્લા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.