અજય દેવગન સ્ટારર અપકમિંગ સ્પોર્ટ- ડ્રામા ફિલ્મ 'મેદાન'ની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઇ છે. આ ફિલ્મ 27 નવેમ્બર, 2020ના રોજ ટોકિઝમાં જોવા મળશે. આ ફિલ્મ ફુટબોલ પર બનાવવામાં આવી છે અને ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનર એક્ટર કીર્તિ સુરેશ પણ લીડ રોલમાં છે. અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા ડાયેરે્ક્ટેડ આ ફિલ્મનું શૂટિંગ માર્ચ 2020માં પુર્ણ થશે.
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર રવિવારના રોજ ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી શેર કરી હતી. સિંઘમ એક્ટરે તેની અપકમિંગ ફિલ્મના સેકેન્ડ શેડ્યુલનું શુટિંગ મુંબઇમાં પૂરુ કર્યુ છે. આ ફિલ્મમાં અજય દેવગનના સિવાય ગજરાવ રાવ પણ મુખ્ય રોલમાં જોવા મળશે.
બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણ જોય સેનગુપ્તા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
અજય દેવગન છેલ્લે 'દે દે પ્યાર દે' માં જોવા મળ્યા હતા તેમજ હવે તે 'ભુજઃ પ્રાઇડ ઓફ ઇંડિયા' માં સ્ક્વોડરન લીડર વિજય કાર્નિકના પાત્રમાં દેખાશે. ઉપરાંત અભિનેતા 'તાનાજીઃ અનસંગ વોરિયર'માં પણ લીડ રોલમાં જોવા મળશે.