ETV Bharat / international

ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં અમારો હાથ નહતોઃ ઈરાન

નવી દિલ્હીમાં થોડા દિવસ અગાઉ ઈઝરાયેલી દૂતાવાસની બહાર એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પાછળ ઈરાનનો હાથ હોવાના આરોપને ઈરાને નકારી દીધા હતા. સોમવારે ઈરાને આ તમામ આરોપને નકારી દીધા છે. ઈરાને કહ્યું કે, ઈરાન-ભારત સંબંધોમાં અડચણ લાવવામાં દુશ્મન દેશ દ્વારા આવી વાત ફેલાવવામાં આવી રહી છે.

ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં અમારો હાથ નહતોઃ ઈરાન
ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં અમારો હાથ નહતોઃ ઈરાન
author img

By

Published : Mar 9, 2021, 9:38 AM IST

  • નવી દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર વિસ્ફોટનો મામલો
  • વિસ્ફોટ અંગેના તમામ આરોપોને ઈરાને ફગાવી દીધા
  • ઈરાન પર આક્ષેપ મુકી બંને દેશના સંબંધ બગાડવાનો પ્રયાસઃ ઈરાન

નવી દિલ્હીઃ ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થોડા દિવસ અગાઉ જ વિસ્ફોટ થયો હતો. જોકે આ આરોપ ઈરાને કરાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો, પરંતુ ઈરાને આ વિસ્ફોટ અંગેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, આતંકી ઘટનામાં ઈરાનનો હાથ છે, પરંતુ બોમ્બ સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈરાની દૂતાવાસે નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતની કારનો પીછો, ઘરની બહાર ISIનો પહેરો

ઈઝરાયેલી દૂતાવાસ નજીક 150 મીટર દૂર થયો હતો વિસ્ફોટ

નવી દિલ્હીમાં 29 જાન્યુઆરીએ સંદિગ્ધ વિસ્ફોટ થયો હતો. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલી દૂતાવાસ નજીક 150 મીટર જ દૂર જ વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસ ઊભી રહેલી કારને નુકસાન પહોંચ્યું હતું. ઈરાની દૂતાવાસે આ અંગે કહ્યું હતું કે, ઈરાન પર નિરાધાર અને અપમાનજનક આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ભારત સરકાર અને અધિકારીઓના પ્રયાસોનું અમે સન્માન કરીએ છીએ.

આ પણ વાંચો : પાકિસ્તાન: પેશાવરના મદરસા નજીક વિસ્ફોટ, 7 ના મોત, 70 થી વધુ ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.