ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયમાંથી કોઈ પહેલીવાર પાકિસ્તાની એરફોર્સમાં પ્રવેશ મેળવ્યો છે. આ માહિતી પાકિસ્તાન એરફોર્સ દ્વારા આપવામાં આવી હતી. પાકિસ્તાની વાયુસેનાએ કહ્યું કે, રાહુલ દેવને જનરલ ડ્યુટી પાયલોટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવ્યો છે.
દેવની તસવીર શેર કરતાં પાકિસ્તાની વાયુસેનાએ તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે, 'કોવિડ -19 ને કારણે તંગ પરિસ્થિતિ દરમિયાન સારા સમાચાર છે. રાહુલ દેવને અભિનંદન, જે થારપારકરના એક દૂરના ગામના છે. તેમને એરફોર્સમાં જનરલ ડ્યુટી પાઇલટ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે.
પાકિસ્તાની એરફોર્સમાં સામાન્ય રીતે 20 વર્ષની ઉંમરે યુવાનોની ભરતી કરવામાં આવે છે. રેડિયો પાકિસ્તાને બુધવારે કહ્યું કે, આ પહેલીવાર છે, જ્યારે પાકિસ્તાનના ઇતિહાસમાં કોઈ હિન્દુ યુવકને જનરલ ડ્યુટી પાઇલટ તરીકે ભરતી કરવામાં આવ્યો છે.