ETV Bharat / international

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી: ટ્રમ્પ એકમાત્ર નેતા હશે જે એસેમ્બલી જઇને સંબોધન કરશે!

author img

By

Published : Jul 31, 2020, 4:15 PM IST

યુનાઇટેડ સ્ટેટ્સ સંયુક્ત રાષ્ટ્રનો યજમાન દેશ છે અને ટ્રમ્પ 22 સપ્ટેમ્બરના રોજ મહા સભાના 75 મી સત્રની સામાન્ય ચર્ચાને સંબોધન કરે તેવી સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રમાં યુએસના રાજદૂત કેલી ક્રાફ્ટએ કહ્યું કે, અમે આશા રાખી રહ્યા છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્યક્તિગત રીતે મહાસભાને સંબોધન કરશે અને તે એકમાત્ર વિશ્વ નેતા હશે કે જે વ્યક્તિગત રૂપે શામિલ થશે અને સંબોધન કરશે.

ટ્રમ્પ
ટ્રમ્પ

ન્યુયોર્ક: અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર માટે ન્યુયોર્કની મુલાકાતે આવે તેવી સંભાવના છે. તે એકમાત્ર વિશ્વ નેતા હશે જે આ વર્ષે વર્ચુઅલ રીતે આયોજિત આ સત્રને સંબોધન કરશે.

હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રના 75-વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, મહાસભાની વાર્ષિક સત્ર વર્ચુઅલ રીતે યોજવામાં આવશે. દેશો અને સરકારના વડા કોરોના વાઇરસ વૈશ્વિક રોગચાળાને કારણે આ વાર્ષિક મેળાવડામાં વ્યક્તિગત રીતે ભાગ લેશે નહીં.

આ 193 સદસ્યોના સંગઠને ગયા અઠવાડિયે નિર્ણય લીધો હતો કે વિશ્વ નેતા પોતાના નિવેદનનો પૂર્વ-રેકોર્ડ કરેલો વીડિઓ મહાસભામાં આપશે.

યુનાઇટેડ સ્ટેટ્સ સંયુક્ત રાષ્ટ્રનો યજમાન દેશ છે અને ટ્રમ્પ 22 સપ્ટેમ્બરના રોજ મહાસભાના 75 મી સત્રની સામાન્ય ચર્ચાને સંબોધન કરે તેવી સંભાવના છે.

અમેરિકા પરંપરાગત રીતે બ્રાઝિલ પછી બીજા વક્તા છે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં જનરલ એસેમ્બલીને આ ટ્રમ્પનું અંતિમ સંબોધન હશે અને તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ તેમની વિદેશ નીતિની સિદ્ધિઓનો ઉલ્લેખ કરવા માટે કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.