ETV Bharat / international

હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન સામે ટિકટૉક બંધ કરવાનો નિર્ણય - હોંગકોંગ ન્યૂઝ

ટિકટૉકના પ્રવક્તાએ માર્કેટમાં પોતાની પ્રતિબદ્ધતા અંગેના પ્રશ્નના જવાબમાં એક સમાચાર એજન્સીને કહ્યું હતું કે, "તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમે હોંગકોંગમાં ટિકટૉક એપનું સંચાલન કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે."

ટૂંક સમયમાં ટિકટૉક એમેરિકા બજારમાંથી થશે બહાર

author img

By

Published : Jul 7, 2020, 2:01 PM IST

હોંગકોંગઃ ટિકટૉકનું કહેવું છે કે, અમે ટૂંક સમયમાં જ હોંગકોંગના બજારમાંથી બહાર થઈ જઈશું. મળતી માહિતી પ્રમાણે, પ્રવક્તાએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે, ફેસબુક સહિત અન્ય પ્રોદ્યોગિકી કંપનીઓના ક્ષેત્રમાં ઉપયોગકર્તાની માહિતી આપવાના સરકારના અનુરોધને સ્થગિત કર્યો છે.

ચાઇના સ્થિત બાઇટ ડાન્સ કંપનીની માલિકીની ટૂંકા વીડિયો એપે ચીન દ્વારા લાગુ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને કારણે હોંગકોંગ છોડવાનો નિર્ણય લીધો છે. ટિકટૉકના પ્રવક્તાએ માર્કેટમાં પોતાની પ્રતિબદ્ધતા અંગેના પ્રશ્નના જવાબમાં એક સમાચાર કહ્યું હતું કે, "તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમે હોંગકોંગમાં ટિકટૉક એપનું સંચાલન કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે."

આ કંપની વૉલ્ટ ડિઝનીના પૂર્વ સહ-કાર્યકારી કેવિન મેયર ચલાવે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, એપનો યુઝર ડેટા ચીનમાં સ્ટોર નથી. ટિકટૉકે અગાઉ જણાવ્યું હતું કે, અમે ચીની સરકાર દ્વારા સામગ્રી પર સેન્સર અથવા ટિકટૉકના ઉપયોગકર્તાની માહિતી આપવાના સરકારના અનુરોધને સ્થગિત કર્યો છે.

આ બાબતથી પરિચિત સ્ત્રોતે જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ટિકટોકે અહેવાલ આપ્યો કે, હોંગકોંગમાં એમના 150,000 વપરાશકર્તાઓ છે. એનાલિટિક્સ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યા અનુસાર, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે ટિકટોકને એપલ અને ગૂગલ સ્ટોરથી બે અબજથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.