ETV Bharat / entertainment

Salman Khan: સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં રાખી સાવંતનું નામ સામેલ

'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મના સુપરસ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે આ ધમકીભર્યા ઈમેલમાં રાખી સાવંતનું નામ પણ સામેલ છે. અગાઉ સલમાન ખાન પર પત્રકારને ધમકી આપ્યાના આરોપમાં બોમ્બે હાઈકોર્ટે રાહત આપી હતી. રાજસ્થનથી બોમ્બે પોલીને મહિનાના અંતમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતો કોલ આવ્યો હતો.

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં રાખી સાવંતનું નામ સામેલ

author img

By

Published : Apr 20, 2023, 11:39 AM IST

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ વખતે આ ઈમેલમાં રાખી સાવંતનું નામ પણ સામેલ છે. રાખી સાવંત એક્ટર સલમાન ખાનને પોતાનો ભાઈ માને છે. રાખી પણ ઘણી વખત સલમાન ખાનને સપોર્ટ કરે છે. રાખી સાવંત પણ સલમાનના શો બિગ બોસમાં ઘણી વખત જોવા મળી છે. આવી સ્થિતિમાં સલમાન ખાનને વારંવારની ધમકીઓ પછી પણ, રાખી સાવંતે દરેક વખતે સલમાનનું સમર્થન કર્યું છે. રાખી લોરેન્સ બિશ્નોઈ ગેંગની નજરમાં ચડી ગઈ હતી. આથી તેણે સલમાનની સાથે રાખીને મારી નાખવાની ધમકી આપી છે.

આ પણ વાંચો: Rana Naidu 2: રાણા દગ્ગુબાતી અને વેંકટેશ ફરીથી ટક્કર માટે તૈયાર, સીઝન 2ની કરી જાહેરાત

રાખીને મળી ધમકી: રાખીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. રાખીના કહેવા પ્રમાણે, ગેંગે ચેતવણી આપી છે કે, જો તે સલમાન ખાનને સપોર્ટ કરતી જોવા મળશે તો તેને પણ મારી નાખવામાં આવશે. એ પણ કહ્યું કે, સલમાન ખાનને કોઈ બચાવી શકશે નહીં. રિપોર્ટ્સ અનુસાર, પ્રિન્સ માફી નામના વ્યક્તિએ રાખી સાવંતને બે ધમકીભર્યા ઈમેલ મોકલ્યા છે. આ વ્યક્તિએ ગોલ્ડ બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે તેના સંબંધ હોવાનું જણાવ્યું છે. નોંધપાત્ર રીતે, 18 એપ્રિલના રોજ સવારે 7:22 વાગ્યે, રાખીને સવારે 1:19 વાગ્યે પહેલો અને બીજો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો.

રાખીનું નિવેદન: મીડિયા અનુસાર, રાખીએ કહ્યું, 'જો હું સલમાન વિશે વાત કરીશ તો તે મને મારી નાખશે, પરંતુ મને કોઈ પરવા નથી, હું વાત કરીશ, કારણ કે સલમાન ભાઈએ મને મારી માતાની સારવાર માટે 50 લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે મને દરેક બાબતમાં મદદ કરી છે. શક્ય રીતે, હું તેની સાથે વાત કરીશ અને હું આ અંગે કોઈ કાયદાકીય પગલાં લેવાની નથી. હું અત્યારે ડરી ગઈ છું અને મને કંઈ સમજાતું નથી, મેં ઉપરવાળાના હાથમાં છોડી દીધું છે.

ધમકીભર્યો ઈમેલ: પહેલા ધમકીભર્યા ઈમેલમાં લખ્યું હતું કે, 'રાખી, અમારે તારી સાથે કોઈ દુશ્મની નથી, પરંતુ સલમાન ખાનના મામલામાં તું દૂર રહેજે. તે તારા ભલા માટે છે. અમે તારા ભાઈને મુંબઈમાં જ મારી નાખીશું, પછી ભલે ગમે તે હોય. ઘણી સુરક્ષા વધારી છે' અમે તેને સુરક્ષા વચ્ચે મારી નાખીશું. બીજા ઈમેલ પર નજર કરીએ તો તેમાં લખવામાં આવ્યું હતું કે, 'તારા માટે આ છેલ્લી ચેતવણી છે, નહીં તો અમે ખુલાસો નહીં કરીએ. સલમાનને ભાગી જવુ મુશ્કેલ છે, અમે કોઈનાથી ડરતા નથી. અમારે બસ સલમાનનું ગૌરવ ખતમ કરવાનું છે'.

આ પણ વાંચો: Badshah Song Controversy: બાદશાહના નવા આલ્બમ સનક પર વિવાદ, શિવભક્તો કરશે Fir

ધમકી આપવાનો આરોપ: આગાઊ મુંબઈ હાઈ કોર્ટે સલમાનને મોટી રાહત આપી હતી. સલમાન ખાન પર એક પત્રકારને ધમકી આપ્યાનો આરોપ હતો. આ ઘટના વર્ષ 2020માં બની હતી. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને હેરાન કરવા માટે હાઈકોર્ટનો ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને ટોર્ચર કરવા માટે કોર્ટનો ઉપયોગ કરી શકાય નહિં. આ દરમિયાન હાઈકોર્ટે દાખલ કરવામાં આવેલી FIR પણ રદ કરી દેવામાં આવી હતી.

મારી નાખવાની ધમકી: તારીખ 10 એપ્રિલના રોજ સાંજે સલમાન ખાન 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મના ટ્રેલરના ભવ્ય લોન્ચિગ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. આ દરમિયાન મુંબઈ પુલીસને રાજસ્થાનથી સલમાન ખાનને મહિનાના અંતમાં મારી નાખવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. ધમકી આપનારે રાજસ્થાનના હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસે માહિતી આપી હતી કે, આ ઘટના અંગેની તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.