ગુયાના: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેદાન પર બરાબર 4 વર્ષ પહેલા બંન્ને ટીમો સામસામે આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતને સતત બીજી T20 ક્રિકેટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે વિકેટની જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્માની પ્રથમ અડધી સદીના આધારે સાત વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં નિકોલસ પૂરને 40 બોલમાં 67 રન ફટકારીને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો.
નિકોલસ પૂરનની અડધી સદી: વેસ્ટ ઈન્ડિઝે આઠ વિકેટ ગુમાવીને 18.5 ઓવરમાં 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 5 ઓવરના અંતે તેણે 3 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 29 બોલનો સામનો કરીને તોફાની અડધી સદી ફટકારી છે. આ ઇનિંગમાં પુરણે 6 ચોગ્ગા અને 2 આકાશી છગ્ગા ફટકાર્યા છે.
ભારતના સાત વિકેટે 152 રન: વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ભારતીય ટીમને રોમાંચક મેચમાં બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચોની શ્રેણીમાં 0-2થી આગળ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. હાર્દિકે ત્રણ અને ચહલે બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે નિકોલસ પૂરને 67 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. અકીલ હુસૈન, રોમારિયો શેફર્ડ અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.
સ્ટેડિયમની લાક્ષણિકતા: પિચ રિપોર્ટ પ્રોવિડન્સ સ્ટેડિયમની પિચ પર સ્પિન બોલરોનું વર્ચસ્વ છે. આ પીચ પર બોલ ખૂબ જ સ્પિન થાય છે. આ કારણોસર બેટ્સમેનને રન બનાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આ સ્ટેડિયમમાં કોઈ પણ કેપ્ટન ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લે છે. કોઈ પણ મેચ જીત અને હાર પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે.
ભારતના સંભવિત 11 ક્રિકેટરો: શુભમન ગિલ અથવા યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન(વિકેટકીપર), સુર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સંજુ સેમસન, અક્ષય પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝના સંભવિત 11 ક્રિકેટરો: વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કાઈલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, જોનસન ચાર્સ અથવા રોસ્ટન ચેઝ, નિકોલસ પૂરન(વિકેટકિપર), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ(કેપ્ટન), જેસન હેલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલ્જારી જોસેફ, ઓબેડ મૈકકૉય સામેલ છે.