ETV Bharat / city

નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે ખાતે 'વેલી ઓફ વર્ડ્સ' સાહિત્ય મહોત્સવનું આયોજન

author img

By

Published : Oct 22, 2021, 11:11 PM IST

વડોદરામાં ભારતીય રેલવેની રાષ્ટ્રીય એકેડમી (National Academy of Indian Railways, Vadodara) ખાતે સાહિત્યના પ્રતિષ્ઠિત અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ (Akhil Bhartiya Sahitya Mahotsav)નું 'વેલી ઓફ વર્ડ્સ' (Valley Of Words) શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસીય આ મહોત્સવ દરમિયાન ભારતીય સાહિત્ય જગતના વિવિધ ભાષાના 40 શ્રેષ્ઠ લેખકોની કૃતિઓ (Works Of 40 Best Authors) પર ચર્ચા કરવામાં આવશે.

નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે ખાતે 'વેલી ઓફ વર્ડ્સ' સાહિત્ય મહોત્સવનું આયોજન
નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે ખાતે 'વેલી ઓફ વર્ડ્સ' સાહિત્ય મહોત્સવનું આયોજન
  • સર્વ પ્રથમ વખત વડોદરામાં 'વેલી ઓફ વર્ડ્સ' હિન્દી સાહિત્ય પર ચર્ચા
  • નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે ખાતે અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવનું આયોજન
  • 2 દિવસીય કાર્યક્રમમાં નામાંકિત લેખકો અને કલાકારો હાજરી આપશે

વડોદરા: વડોદરામાં આવેલી ભારતીય રેલવેની રાષ્ટ્રીય એકેડમી (National Academy of Indian Railways) ખાતે સાહિત્યના પ્રતિષ્ઠિત અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ (Akhil Bhartiya Sahitya Mahotsav) 'વેલી ઓફ વર્ડ્સ' (Valley of Words) શીર્ષક હેઠળ હિન્દી પ્રકરણનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ વડોદરા શહેર પોલીસ કમિશ્નર (Vadodara City Police Commissioner) અને ભારતીય રેલવે નેશનલ એકેડમીના ડિરેક્ટર જનરલ (Director General of Indian Railways National Academy) દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

શહેર પોલીસ કમિશ્નર અને નેશનલ એકેડમીના DGના હસ્તે મહોત્સવનો પ્રારંભ

વડોદરામાં સર્વ પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો છે આ મહોત્સવ

વેલી ઓફ વર્ડ્સના 2 દિવસીય અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવના સંયોજક ડૉક્ટર સંજીવ ચોપરાએ વેલી ઓફ મહોત્સવની સંકલ્પના આપી હતી. 2 દિવસીય હિન્દી અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડોદરામાં સર્વ પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના લેખકો અને કલાકારો વડોદરા આવેલા છે, જેથી સમગ્ર ઘટના વડોદરા માટે એક ગૌરવની બાબત છે.

40 શ્રેષ્ઠ લેખકોની કૃતિઓ પર ચર્ચા થશે

2 દિવસીય અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ ગુજરાતી અને હિન્દી ભાષાના ઐતિહાસિક વારસાને વધુ સુદૃઢ બનાવશે.

3 દિવસીય મહોત્સવ દરમિયાન ભારતીય સાહિત્ય જગતના વિવિધ ભાષાના 40 શ્રેષ્ઠ લેખકોની કૃતિઓ પર ચર્ચા કરવામાં આવશે.ઉપરાંત જયપુર ઘરાનાની જાણીતી કથક નૃત્યાંગના મનીષા ગુલ્યાણીનું કથક નૃત્યનું પ્રદર્શન, ઉપરાંત 23મીએ સાંજે હિન્દી ગુજરાતી કવિતા સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસીય અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ ગુજરાતી અને હિન્દી ભાષાના ઐતિહાસિક વારસાને વધુ સુદૃઢ બનાવશે.

યુવા પેઢીને હિન્દી સાહિત્ય અને લેખકોથી માહિતગાર કરવાનો ઉદ્દેશ

એવા વિષયો પર લખવું જોઈએ કે જે લોકોની સમસ્યાઓનું સમાધાન કરે - વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહ

વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે, "લિટરેચર ફેસ્ટિવલ વેલી ઓફ વર્ડ્સ કાર્યક્રમમાં સામેલ થવાની મને તક મળી છે. આ કાર્યક્રમમાં જૂદા જૂદા લિટરેચરને પ્રમોટ કરવામાં આવે છે. ખાસ કરીને હિન્દી ભાષામાં જે લેખન, પુસ્તકો લખાયા છે તેના પ્રમોશન માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આવીને મને ખૂબ સારું લાગ્યું. આજની પેઢીને સમજમાં આવે, સોશિયલ મીડિયા પર ઉપયોગ થાય છે એ ભાષા, જે લોકોને સમજમાં આવે તેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે એવા વિષયો પર લખવું જોઈએ કે જે લોકોની સમસ્યાઓનું સમાધાન કરે, કે પછી સમાધાન કરવામાં મદદ કરે."

40 પુસ્તકો પસંદ કરવામાં આવે છે, 8ને મળે છે ઇનામ

સૌથી સારા 40 પુસ્તકોનું ચયન કરવામાં આવે છે. તેમાંથી 8ને ઇનામ આપવામાં આવે છે.

વેલી ઓફ વર્ડસના ડિરેક્ટર સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, "વેલી ઓફ વર્ડ્સ બરોડા એડિશન છે, જેમાં હિન્દી ફિક્શન અને નોન-ફિક્શન ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. બહુ સૌભાગ્ય છે વેલી ઓફ વર્ડ્સનું કે નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે જે એક ઐતિહાસિક કેમ્પસ છે અને વડોદરા શહેરમાં હિન્દી ઉપર જે આયોજન છે, જેમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે હિન્દી અને ગુજરાતી પર પણ ચર્ચા થશે. વેલી ઓફ વર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય યંગ જનરેશનમાં જે કરન્ટ લિટરેચર છે એના વિશે જાણકારી મળે. દર વર્ષે જે પુસ્તકો પબ્લિશ થાય છે, જેમાંથી જે સૌથી સારા 40 પુસ્તકો હોય અંગ્રેજી, હિન્દી ટ્રાન્સલેશન, યંગ એડલ્ટ્સની રાઇટિંગ અને બાળકોની રાઇટિંગ મળી જે સૌથી સારા 40 પુસ્તકો હોય તેનું ચયન કરવામાં આવે છે. તેમાંથી 8ને ઇનામ પણ આપીએ છીએ. આમ તો લિટરેચર પ્રોગ્રામ થાય છે તેમાં જે પ્રસિદ્ધ લેખક છે તેના પર ચર્ચા થાય છે, પરંતુ અમે તેના પર ફોકસ કરીએ છીએ જેની પ્રથમ નોવેલ હોય, બીજી નોવેલ હોય અને એવા વિષયો પર જે કોમન ના હોય. અમે ઈચ્છીએ છીએ કે ઈન્ટર જનરેશલ ગેપ છે એ પણ બ્રેક થાય. ભારતની કેટલીયે ભાષાઓ છે તેનો અનુવાદ થઈ રહ્યો છે, ખાસ કરીને હિન્દી અને અંગ્રેજીમાં, એને પણ અમે આગળ પ્રોત્સાહન આપવા માંગીએ છે."

આ પણ વાંચો: વડોદરા ખાતે અખિલ ભારતીય સાહિત્ય મહોત્સવ 'વેલી ઓફ વર્ડ્સ'નું આયોજન

આ પણ વાંચો: વડોદરાના વાઘોડિયા રોડ પરના સનરાઇઝ કોમ્પલેક્ષમાં મોટાપાયે ચાલતું કુટણખાનું ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.