- સુરતમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજાયો કાર્યક્રમ
- ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન
સુરતઃ સુરતમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્થાનિક ચૂંટણીઓને લઇને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં એમ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર વિકાસના નામે જનતા સાથે દગો કરી રહી છે. ગુજરાતની જનતાનો વિકાસ નથી થયો. નવી નવી યોજનાઓ બહાર કાઢી. ખોટા વચનોના કારણે ગુજરાતના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ સરકારને ચેતવી હતી છતાં સરકારે ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાત બોલાવ્યાઃ ભરતસિંહ
ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને આપવામાં આવતી લોનમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. અમેરિકામાં કોરોના વાઈરસ પોતાનું ઘર બનાવી ચૂક્યું હતું તેમ છતાં ભારત સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતના મહેમાન બનાવ્યા હતા. એ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ અને સરકારને રજૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ ખૂબ જ ભયંકર છે. આપણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો થોડા સમય સુધી રદ કરવી જોઈએ. ત્યારે પણ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું. અને અંતે માર્ચ મહિનામાં જનતા કરફ્યૂ કરીને ત્યારબાદ બે-અઢી મહિના સુધી લૉકડાઉન રાખ્યું. આ લૉકડાઉન સૌથી વધારે હેરાન થયા હોય તો સુરતના પરપ્રાંતીયો જેઓને ખાવાપીવાના ફાંફા પાડી ગયા હતા. તેઓ કેટલાક પરપ્રાંતીય ભાઈઓએ પોતે જ સુરતથી પોતાના વતન જવા માટે પગપાળા નીકળી પડ્યા હતા. સરકાર દ્વારા કોઈ પણ સહાય ન કરવામાં આવી.
સુરતના કિમ વિસ્તારમાં જે ઘટના બની તેને લઈને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા
ભરતસિંહ સોલંકીએ સુરતના કિમ વિસ્તારમાં જે 15 મજૂરોના મોત થયા. તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં તેવી ઘટના છે. તે માટે પણ વર્તમાન મુખ્યમંત્રીને જવાબદાર ગણે છે કારણ કે, પરપ્રાંતીયો અને રહેવા માટે જગ્યા પણ નથી અંતે તે મંજુરભાઈઓને ફૂટપાથ ઉપર સુવાનો વારો આવે છે. જ્યારે સરકાર ચૂંટણી પહેલા મોટી મોટી વાતો કરે છે મોટા મોટા વાયદાઓ કરે છે અને જનતાને ખોટા વચનો આપે છે. અમારી સરકારના સમયે અમે જે પણ કામ કરતા તેનો હિસાબ ગુજરાતની જનતા જાણે છે.
15 મજૂરો જતા રહ્યા ત્યારે રાજ્ય સરકાર જાગે છે
ભરતસિંહ સોલંકી વધુમાં એમ પણ જણાવ્યું કે, જ્યારે 15 મજૂરભાઈઓ એ પોતાનું જીવ ગુમાવ્યો ત્યારે રાજ્ય સરકાર જાગે છે. અને મજૂર પરિવારોને બે બે લાખ રૂપિયાની સહાય કરે છે. સહાય કરતા પહેલા જ્યાં મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યાં રેન આવાસ બનાવી દેતા હોય તો આજે આ પંદર મજૂરો જીવતા હોત અને હવે રેન આવાસ બનાવવાની મોટી મોટી વાત કરી રહ્યા છે.