- ASI મહાદેવ કિશનની અમરેલી જિલ્લામાં બદલી કરાઇ
- LCBના હેડકોન્સ્ટેબલ દીપેશ મૈસૂરિયાની કચ્છ પશ્ચિમમાં બદલી
- બન્ને હાલ લાંચ કેસમાં લાજપોર જેલમાં બંધ છે
સુરત : ગત 5મી ફેબ્રુઆરીના રોજ બાયો ડીઝલનો ધંધો કરનારા પાસેથી 2.50 લાખ રૂપિયાની લાંચ માંગનારા સુરત રેન્જ IG કચેરીના ASI અને LCBના હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે. જો કે બન્ને હાલ લાજપોર જેલમાં છે.
આ પણ વાંચો - સુરતમાં પોલીસ કર્મચારી 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
2.50 લાખની લાંચ લેતા અમદાવાદ LCBના હાથે ઝડયાયા હતા
અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગત 5મી ફેબ્રુઆરીના રોજ સુરત રેન્જ IG કચેરીના ઓપરેશન ગૃપમાં ફરજ બજાવતા ASI મહાદેવ કિશનરાવ અને ખાનગી વ્યક્તિ વિપુલ અશોકભાઈને બાયો ડીઝલના વેપારી પાસેથી રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે બે લાખની માંગણી કરનારા LCBના હેડ કોન્સ્ટેબલ દીપેશ મૈસૂરિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - એક લાખની લાંચ માગનાર હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય એક ખાનગી વ્યક્તિ ACBના સકંજામાં
રાજ્ય પોલીસ વડાના હુકમ બાદ કરાઇ બદલી
દરમિયાન 18મી ફેબ્રુઆરીના રોજ દીપેશ મૈસૂરિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ મહાદેવ કિશનરાવ અને દિપક મૈસૂરિયા લાજપોર જેલમાં બંધ છે, ત્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા ASI મહાદેવ કિશનની અમરેલી જિલ્લા પોલીસ મથક અને હેડ કોન્સ્ટેબલ દિપક મૈસૂરિયાની કચ્છ પશ્ચિમ જિલ્લા મથકે બદલી કરવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો - અમદાવાદ ACBએ તાપીના DEO અને ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા
તાપી પોલીસના હેડ કોન્સ્ટેબલની પોરબંદર બદલી કરાઇ
બીજી તરફ સુરત જિલ્લા SOGમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અવધેશ નારણની બદલી 10 મહિના પહેલા સુરત રેન્જ IG દ્વારા તાપી જિલ્લામાં કરવામાં આવી હતી. જ્યા તે નિઝર પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. જ્યાંથી તેની બદલી પોરબંદર જિલ્લા પોલીસ મથક ખાતે કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
આ પણ વાંચો - ખેડા ACBએ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપાયા