ETV Bharat / city

રાજકોટની જે.જે કુંડલીયા કોલેજમાં પરીક્ષા મામલે NSUIનો વિરોધ

કોરોના મહામારી વચ્ચે રાજકોટની જે.જે કુંડલીયા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ એક્ઝામ માટે બોલવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતા રાજકોટ NSUI દ્વારા કોલેજ ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જો કે આ મામલે કોલેજ સંચાલકો દ્વારા કોઈ પણ પરીક્ષા હાલ યોજવામાં આવી નથી. તેવી વાત કરતા NSUI અને કોલેજ સંચાલકો વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી. જો કે કોલેજ સંચાલકોએ પરીક્ષા ન યોજવાની ખાતરી આપતા અંતે મામલે શાંત પડ્યો હતો.

રાજકોટની જે.જે કુંડલીયા કોલેજમાં પરીક્ષા મામલે NSUIનો વિરોધ
રાજકોટની જે.જે કુંડલીયા કોલેજમાં પરીક્ષા મામલે NSUIનો વિરોધ
author img

By

Published : Oct 27, 2020, 5:57 AM IST

  • રાજકોટમાં કોરોના કાળમાં પણ કોલેજમાં ઇન્ટર્નલ એક્ઝામ માટે બોલાવાયા હોવાની ઘટના
  • વિદ્યાર્થીઓને કોલેજે શા માટે બોલાવાયા?: NSUI
  • NSUI દ્વારા વિરોધ કરાતા વિદ્યાર્થીઓને છુટા કરાયા
    રાજકોટની જે.જે કુંડલીયા કોલેજમાં પરીક્ષા મામલે NSUIનો વિરોધ

રાજકોટઃ NSUI દ્વારા કુંડલીયા કોલેજ ખાતે જઈને પરીક્ષા મામલે વિરોધ દર્શવામાં આવતા કોલેજ સંચાલકો દ્વારા હાલ કોઈ પણ પરીક્ષા યોકવામાં આવી નથી તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ જો કોલેજમાં પરીક્ષા ન યોજવામાં આવી હોય તો વિદ્યાર્થીઓને કોલેજ ખાતે શા માટે બોલવામાં આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓને કોલેજ ખાતે બોલવામાં આવતા કોલેજ સંચાલકો અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે આ મામલે રકઝક જોવા મળી હતી.

કોલેજ સંચાલકો અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે આ મામલે રકઝક

NSUI દ્વારા વિરોધ નોંધાવતા વિદ્યાર્થીઓને કોલેજમાંથી છુટા કરાયા

કુંડલીયા કોલેજમાં હાલ કોરોના મહામારી દરમિયાન પણ સરકારના નિયમોને નેવે મૂકીને પરીક્ષા યોજવામાં આવી રહી છે. આ વાત સામે આવતા NSUIના કાર્યકર્તાઓ અચાનક કોલેજ ખાતે પહોંચ્યા હતા અને કોલેજના સંચાલકોને આ મામલે રજૂઆત કરી હતી. NSUIએ આક્ષેપ કર્યો હતો કે કોલેજ દ્વારા પરીક્ષા દરમિયાન એક ક્લાસમાં 15 વિદ્યાર્થીઓની જગ્યાએ 50 વિદ્યાર્થીઓ બેસાડવા આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓનું હિત જોખમાય છે.

જો કે કોલેજ સંચાલકો દ્વારા આ મામલે જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પરીક્ષાઓ મંજૂર કરી છે તે જ પરીક્ષાઓ અહીં લેવામાં આવી રહી છે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેમેડિયલ પરીક્ષા છે. વિરોધ બાદ તાત્કાલિક કોલેજમાંથી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.