- રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
- તૌકતે વાવાઝોડું ત્રાટકવાની ભીતિને લઇ નિર્ણય
- બે દિવસ રહેશે યાર્ડ બંધ રહેશે
રાજકોટઃ રાજકોટના બેડિ માર્કેટિંગ યાર્ડમાં આગામી બે દિવસ સુધી ખેડૂતોને જણસી લઈને નહીં આવવાની સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર
લોકોને પણ ઘરમાં રહેવા અપીલ
તૌકતે વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે પોતાના ઘરમાં જ રહે. વાવાઝોડા દરમિયાન પવનની ગતિ પણ વધવાની છે સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઇને યાર્ડમાં પડેલી જણસીનું નુકસાન ન થાય તે માટે યાર્ડના મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને આગામી બે દિવસ સુધી રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને પોતાનો માલ લઈને ન આવવાની સૂચના જાહેર કરવામાં આવી છે
આ પણ વાંચોઃ તૌકતેની જામનગર પર અસર