ETV Bharat / city

કેન્દ્રીય બજેટમાં શેરબજારમાં રોકાણ કરનારા રાજકોટવાસીઓની આશા-અપેક્ષા

કેન્દ્રીય બજેટ આગામી દિવસોમાં જાહેર થવાનું છે. જેને લઈને દેશના તમામ લોકોની નજર આ બજેટ પર મંડરાયેલી છે. ગત વર્ષમાં કોરોનાના કારણે મોટાભાગના લોકોને વૈશ્વિક મંદીનો સામનો કરવો પડ્યો છે. જેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે, ત્યારે કેન્દ્રીય બજેટને લઈને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા નાના રોકાણકારોની પણ ઘણી બધી આશાઓ જોડાયેલી છે.

ETV BHARAT
કેન્દ્રીય બજેટમાં શેરબજારમાં રોકાણ કરનારા રાજકોટવાસીઓની આશાઅપેક્ષા
author img

By

Published : Jan 29, 2021, 10:22 PM IST

  • કેન્દ્રીય બજેટમાં તમામ લોકોની મીટ મંડરાયેલી છે
  • બજેટથી શેરબજારમાં રોકાણકારોને ઘણી આશા
  • બજેટમાં નાના રોકાણકારો પર ધ્યાન આપવું જોઈએ
    કેન્દ્રીય બજેટમાં શેરબજારમાં રોકાણ કરનારા રાજકોટવાસીઓની આશાઅપેક્ષા

રાજકોટઃ કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે. જેને લઈને ETV BHARAT દ્વારા રાજકોટ મારવાડી શેર એન્ડ ફાઈનાન્સના રિસર્ચ એડવાઇઝરી હેડ કૃષ્ણદાસ ગોંડલીયા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઇન્કમટેક્સ એટલે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી જ રીતે ઇન્ડિવિડ્યુઅલ ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, ત્યારે આ બજેટમાં નાના રોકાણકારો પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. આ સાથે જ નાના ટેક્સ પેયરને બજેટમાં કોઈપણ પ્રકારે રાહત આપવામાં આવશે, તો રોકાણકારો પણ ખુશ થઈ શકશે.

લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સની સમય મર્યાદા વધારવામાં આવે

શેરબજારમાં રોકાણકાર કરતા નાના રોકાણકારો કેન્દ્રીય બજેટ સાથે એવી પણ આશા રાખી છે કે, લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ જે એક વર્ષ પર લાગે છે, તેમાં રાહત આપવામાં આવે. તેમજ એવું ન થાય તો તેની સમય મર્યાદા વધારામાં આવે. આવું કરવાથી રોકાણકારોને ફાયદો થઈ શકે છે. આ સાથે ટેક્સના સ્લેબમાં પણ જો ઘટાડો કરવામાં આવે તો રોકાણકારો માટે ખૂબ જ રાહતના સમાચાર થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.