રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. એવામાં સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં ઘણાં સમયથી ભારે વરસાદ હોવાના કારણે કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ સર્જાઈ છે. જેને લઇને સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડોમાં જણસી તથા અન્ય માલની આવકમાં 80થી 90 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચાલુ વર્ષે ઉનાળામાં સારો પાક થયો હોવા છતાં ભારે વરસાદના કારણે ખેડૂતો પોતાનો માલ લઈને યાર્ડ ખાતે આવી નથી શકતાં. બીજી તરફ ખેડૂતોને પાકનો પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યો. જેને લઇને યાર્ડના વેપારીઓ પણ મૂંઝવણમાં મૂકાયાં છે. હાલમાં પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદમાં માલને પણ મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવી પડી રહી છે. આ સમગ્ર મામલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓ ઓનલાઇન મિટિંગ યોજીને મુખ્યપ્રધાન રજૂઆત કરવાના છે.