ETV Bharat / city

આ તમિલ મહિલા 14 વર્ષથી જૂનાગઢમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે, વ્યથા જાણી અનુકંપા જાગે

આજથી ત્રીસ વર્ષ પહેલા તમિલનાડુના વિશાખાપટ્ટનમથી ગુમ થયેલા ભાઈને શોધવા એક આખો પરિવાર જૂનાગઢ સુધી આવી ચડ્યો. તે ગુમ થયેલા ભાઈનો કોઈ પતો આજ દિન સુધી લાગ્યો નથી, પરંતુ આ તમિલ પરિવાર ગત 30 વર્ષથી જૂનાગઢમાં રહી ગયું છે. પરિવારની મોભી મહિલા ગત 14 વર્ષથી જૂનાગઢમાં રિક્ષા ડ્રાઈવિંગનો વ્યવસાય સ્વિકારીને પોતાના ત્રણ સભ્યોના પરિવારનું હિંમતપૂર્વક ભરણપોષણ કરી રહી છે.

આ તમિળ મહિલા 30 વર્ષથી જૂનાગઢમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે,વ્યથા જાણી અનુકંપા જાગે

author img

By

Published : Nov 7, 2020, 7:35 PM IST

  • તમિલનાડુના વિશાખાપટ્ટનમના પરિવારે જૂનાગઢને બનાવી કર્મભૂમિ
  • 30 વર્ષ અગાઉ ગુમ થયેલા ભાઈને શોધતાં આવી ચડેલા પરિવારે જૂનાગઢને કર્મભૂમિ બનાવી
  • મહિલાને પતિ દ્વારા તરછોડવામાં આવતાં મહિલા પોતાના પરિવાર સાથે જૂનાગઢમાં બની સ્થાયી
  • પરિવારને મોભી મહિલા રિક્ષા ડ્રાઈવિંગ કરીને પરિવારનું કરી રહી છે ભરણપોષણ
    પરિવારની મોભી મહિલા 14 વર્ષથી એકલપંડે કરેછે પરિવારનું જીવન ગુજરાન

જૂનાગઢઃ આજથી 30 વર્ષ પહેલાં તમિલનાડુના વિશાખાપટ્ટનમનો એક તમિલ પરિવાર પોતાના ગુમ થયેલા ભાઈને શોધતો શોધતો જૂનાગઢ આવી ચડ્યો. જૂનાગઢમાં આવ્યા બાદ ગુમ થયેલા ભાઈનો કોઈ પત્તો ન લાગ્યો. ત્યારબાદ આ પરિવારે જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી કર્યું અને ત્યારથી જૂનાગઢમાં નિવાસ કરી રહ્યું છે. જૂનાગઢ આવ્યા બાદ થોડા જ સમયમાં તમિલ મહિલા તિલ્લકરશીને પતિએ પણ તરછોડી દીધી અને અન્યત્ર ચાલ્યા ગયાં તેનો પણ આજે કોઈ પત્તો નથી. જેથી મહિલા પોતાની માતા, અસ્થિર મગજનો ભાઈ અને 2 પુત્રોનું 14 વર્ષથી જૂનાગઢમાં રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરી રહી છે.

વિશાખાપટ્ટનમનો તમિલ પરિવાર 30 વર્ષ પહેલાં જૂનાગઢ ગુમ થયેલા ભાઈને શોધવા આવ્યો હતો

તમિલનાડુની મહિલાનો જૂનાગઢમાં કાબિલેદાદ સંઘર્ષ

પતિના તરછોડી દીધા બાદ આ તમિલ મહિલા પોતાની માતા, અસ્થિર મગજના ભાઈ અને 2 પુત્રો સાથે જૂનાગઢમાં સ્થાયી બની અને ત્યારબાદ જીવનનિર્વાહ માટે કોઈ રોજગારીની શોધમાં હતી, ત્યારે આજથી 14 વર્ષ પહેલાં આ મહિલાએ રિક્ષા ડ્રાઈવિંગના વ્યવસાયને પોતાના જીવનનિર્વાહ કરવા માટે પસંદ કર્યો હતો. એટલું જ નહીં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કોઈ મહિલા દ્વારા રિક્ષા ડ્રાઈવિંગ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં આવતું હોય તેમાં પણ આ તમિલ મહિલા આજે પણ એકમાત્ર જોવા મળે છે. પુરુષ પ્રધાન સમાજની વચ્ચે પુરુષોનો વ્યવસાય અપનાવીને પુરુષ સમોવડી બનેલી આ તમિલ મહિલા આજે સફળતાપૂર્વક 14 વર્ષથી રિક્ષા ડ્રાઈવિંગ કરીને પોતાના પરિવારની જવાબદારીપૂર્વક ભરણપોષણ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.