ETV Bharat / city

સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન 63 ટકા જેટલા વરસાદની ઘટ, હજુ પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા નકારી

અત્યાર સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદની સરખામણીએ 63 ટકા જેટલા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ઓગસ્ટ માસ દરમિયાન 86 ટકા જેટલા વરસાદની ઘટ જોવા મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ચોમાસાની કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાને કારણે વરસાદની તમામ શક્યતાઓને હવામાન વિભાગ (Meteorological Department) નકારી રહ્યું છે.

Decreased rainfall
Decreased rainfall
author img

By

Published : Aug 24, 2021, 7:23 PM IST

  • સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન 63 ટકા જેટલા વરસાદની આજે પણ ઘટ
  • સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગરમાં સૌથી વધુ વરસાદની ઘટ નોંધાઈ
  • જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઓગસ્ટ માસમાં 86 ટકા વરસાદની ઘટ

જૂનાગઢ: વરસાદને લઈને ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (Junagadh Agricultural University) ના હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ વરસવાની શક્યતાઓ જોવા મળતી નથી. જેને લઈને ચોમાસાના વરસાદ પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ પર એક નજર નાખીએ તો ઓગસ્ટ માસ દરમિયાન સરેરાશ 701 મિમિ વરસાદ જોવા મળતો હોય છે. જેની સરખામણીમાં આ વર્ષે 254 મિમી વરસાદ નોંધાયો છે. જે સરેરાશ વરસાદ કરતાં 37 ટકાની ઘટ દર્શાવી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી સૌથી ઓછો 26 ટકા વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન 63 ટકા જેટલા વરસાદની ઘટ

આ પણ વાંચો: વડોદરા: મેઘરાજા રીસાતા ડેસર ગામ વાસીઓએ અજમાવી વર્ષો જૂની પરંપરા

આગામી દિવસોમાં પણ કોઈ નોંધપાત્ર વરસાદ વરસવાની નહિવત શક્યતાઓ

ચોમાસાની શરૂઆતના દિવસોમાં વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાં વરસાદની જે સિસ્ટમ બનવી જોઈએ તેમાં વિક્ષેપ ઊભો થયો અને પરિણામએ આવ્યું કે વરસાદનો ગાઢ મહિનો કહી શકાય તેવા અષાઢ મહિનામાં પણ વરસાદની મોટી ઘટ વર્તાઇ રહી છે. શ્રાવણ મહિનામાં પણ હજુ સુધી વરસાદના કોઇ અણસાર જોવા મળતા નથી. આવી પરિસ્થિતિમાં હવે આગામી ચોમાસાની ઋતુ ખૂબ જ ચિંતા ઉપજાવી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઓગસ્ટ મહિનાના સરેરાશ વરસાદની સામે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 86 ટકા જેટલી ખૂબ મોટી ઘટ નોંધાઈ છે. આવી પરિસ્થિતિમાં હવે ચોમાસાનો વરસાદ જાણે કે મુશ્કેલીના વાદળ લઈને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં નોંધપાત્ર વરસાદની શક્યતાને પણ નકારવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગરઃ શ્રાવણમાં આશરે બે ઇંચ વરસાદ, હજૂ 53 ટકા વરસાદની ઘટ

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પડેલા વરસાદની ટકાવારી

સુરેન્દ્રનગર 26.42 ટકા, રાજકોટ 36.82, મોરબી 37.66, જામનગર 34.12, દ્વારકા 39.16, પોરબંદર 36.39, જૂનાગઢ 37, સોમનાથ 33.11, અમરેલી 45.16, ભાવનગર 39.95, બોટાદ 47 આમ સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં હજુ પણ 63 ટકા વરસાદની ઘટ આજે જોવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.