ETV Bharat / city

Corona Case In Gir Somnath: ગીર સોમનાથના બાદલપરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના પોઝિટીવ

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા (Corona Case In Gir Somnath) ગામમાં સરકારી શાળાના ધોરણ 7માં અભ્યાસ કરતા 1 વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત (student and teacher are Corona positive) સામે આવતા શાળાને 10 દિવસ સુધી બંધ રાખીને તમામ બાળકો સહિત સંપર્કમાં આવેલા તમામ લોકોના પરીક્ષણ કરવાને લઇને જિલ્લા વહીવટી તંત્ર ધંધે લાગ્યું છે.

Corona Case In Gir Somnath: ગીર સોમનાથના બાદલપરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના પોઝિટીવ
Corona Case In Gir Somnath: ગીર સોમનાથના બાદલપરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના પોઝિટીવ
author img

By

Published : Jan 1, 2022, 5:23 PM IST

જુનાગઢ: કોરોના સંક્રમણને (corona case in gujarat) લઈને સૌથી ચિંતાજનક સમાચાર ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા (Corona Case In Gir Somnath) ગામમાંથી મળી રહ્યા છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થી સાથે શાળામાં શિક્ષિકા કોરોના સંક્રમિત આવતા ગીર સોમનાથ જિલ્લામાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થી અને શિક્ષિકા સંક્રમિત (student and teacher are Corona positive) સામે આવતા શાળાને 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા (District Administration) કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થી તેમજ શિક્ષિકાના સંપર્કમાં આવેલા તમામ લોકોના પરીક્ષણ કરવાને લઈને પણ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને બાદલપરા ગામમાં યુધ્ધના ધોરણે સંપર્કમાં આવનાર તમામ લોકોના પરીક્ષણ કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.

ગીર સોમનાથના બાદલપરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના પોઝિટીવ

વિદ્યાર્થી અને શિક્ષિકા સંક્રમિત આવતા શિક્ષણ વિભાગ ચિંતિત

દિવાળી બાદ અંદાજિત દોઢ વર્ષના સમયગાળા પછી રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષણની શરૂઆત થઈ હતી, ત્યારે પણ કોરોના સંક્રમણ વિદ્યાર્થીઓમાં ફેલાઇ શકે છે તેને લઈને અંદેશાઓ વ્યક્ત કરવામાં આવ્યા હતા. બાદલપરા ગામના વિદ્યાર્થી અને શિક્ષિકા એક સાથે કોરોના સંક્રમિત બહાર આવતા શાળા શરૂ થયા પૂર્વે જે અંદેશાઓ કોરોના સંક્રમણ ફેલાવાને લઈને વ્યક્ત કરવામાં આવતા હતા તે હવે સાચા પડી રહ્યા છે. સફાળા જાગેલા આરોગ્ય અને શિક્ષણ વિભાગે બાદલપરા ગામની સરકારી પ્રાથમિક શાળાને 10 દિવસ સુધી બંધ રાખીને વિદ્યાર્થી અને શિક્ષિકાના સંપર્કમાં આવનાર તમામ લોકોના પરીક્ષણ કરવાનું કામ શરૂ કરી દીધું છે.

શાળાના પ્રત્યક્ષ શિક્ષણને લઈને વાલીઓમાં ચિંતા

એક તરફ ઓમિક્રોનનો ખતરો સતત જોવાઇ રહ્યો છે, તો બીજી તરફ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણને લઈને હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શાળાનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય હવે કેવા પ્રકારે અને કેટલા દિવસ ચાલુ રાખી શકાય તેને લઈને વાલીઓમાં પણ ખૂબ જ ચિંતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

CM Road Show in Rajkot: કોરોનાના વધતા કેસ વચ્ચે રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શૉ યોજાઓ

TB Free Campaign: સાંસદ રંજન ભટ્ટ પ્રેરિત ટીબી મુક્ત અભિયાનનો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કરાવ્યો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.