ETV Bharat / city

AAP Gujarat Parivartan Yatra : જૂનાગઢમાં આપ પ્રમુખને કોની પ્રતિમા પર ફુલહાર કરતાં અટકાવવા પ્રયાસ થયો જાણો - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

આમ આદમી પાર્ટીની ગુજરાત પરિવર્તન યાત્રા (AAP Gujarat Parivartan Yatra ) જૂનાગઢમાં આવી ત્યારે ગાંધીજીની પ્રતિમાને(Statue of Mahatma Gandhi in Junagadh) હાર અર્પણ કરવાના સમયે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તાળું લગાવી દેવામાં આવતાં આપના કાર્યકરો વિફર્યાં હતાં. કેવી રીતે શરુ થઇ યાત્રા તે જાણવા જૂઓ અહેવાલ.

AAP Gujarat Parivartan Yatra : જૂનાગઢમાં આપ પ્રમુખને કોની પ્રતિમા પર ફુલહાર કરતાં અટકાવવા પ્રયાસ થયો જાણો

author img

By

Published : May 19, 2022, 9:51 PM IST

Updated : May 20, 2022, 9:42 PM IST

જૂનાગઢ- આમ આદમી પાર્ટીની આજે ગુજરાત પરિવર્તન યાત્રા (AAP Gujarat Parivartan Yatra )જૂનાગઢમાં આવી હતી. ત્યારે યાત્રા શરૂ કરતા પૂર્વે ગાંધીજીની પ્રતિમાને (Statue of Mahatma Gandhi in Junagadh) હાર અર્પણ કરવાના સમયે પ્રતિમા વિસ્તારને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તાળું લગાવી દેવામાં આવતા આપના કાર્યકરોમાં રોષ ભભૂક્યો હતો. કાર્યકરોએ દરવાજા પર લગાવવામાં લગાવેલું તાળું તોડીને ગાંધીજીની પ્રતિમાને હાર અર્પણ કરી ગુજરાત પરિવર્તનની યાત્રાની શરૂઆત કરી હતી.

કાર્યકરોએ દરવાજા પર લગાવવામાં લગાવેલું તાળું તોડીને ગાંધીજીની પ્રતિમાને હાર અર્પણ કરાવ્યો

આ પણ વાંચોઃ કોંગ્રેસનો અનોખો વિરોધ, ભાજપ અને આપના નેતાઓના ફોટા ખાડીમાં લટકાવાયા

વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત પરિવર્તન યાત્રા- આમ આદમી પાર્ટીની આગામી વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) ધ્યાને રાખીને ગુજરાત પરિવર્તન યાત્રા (AAP Gujarat Parivartan Yatra ) શરૂ કરવામાં આવી છે. જેની બે દિવસ પૂર્વે સોમનાથથી પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ શરૂઆત કરાવી હતી. આ યાત્રા (AAP Gujarat Parivartan Yatra ) આજે જૂનાગઢમાં આવી પહોંચી હતી. ત્યારે યાત્રા પ્રારંભ થવાના સ્થળ ગાંધીજીની પ્રતિમાએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા (Aam Aadmi Party President Gopal Italiya)અને આપના કાર્યકરો દ્વારા રાષ્ટ્રપિતાની પ્રતિમાને ફુલહાર (Statue of Mahatma Gandhi in Junagadh) અર્પણ કરીને યાત્રા શરૂ કરવાની હતી. પરંતુ ગાંધીજીની પ્રતિમા જે વિસ્તારમાં રાખવામાં આવી છે તે વિસ્તારને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તાળું લગાવી દેવામાં આવતા આપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂક્યો હતો. ગાંધીજીને ફુલહાર કરતા રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે રોષ પ્રગટ કરીને આપના કાર્યકરોએ દરવાજા પર લગાવવામાં આવેલું તાળું તોડીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આ પણ વાંચોઃ Political Clash in Surat : જૂઓ બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી

ગોપાલ ઇટાલીયાએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યો- પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના (Aam Aadmi Party President Gopal Italiya)આવવાના થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દરવાજા પર લગાવવામાં આવેલું તાળું તોડીને ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચવાનો માર્ગ ખુલ્લો કર્યો હતો. ગોપાલ ઇટાલીયાએ મહાત્મા ગાંધીની પ્રતિમાને(Statue of Mahatma Gandhi in Junagadh) ફુલહાર અર્પણ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ગાંધી પ્રતિમાની આસપાસના વિસ્તારમાં જે પ્રકારે તાળું લગાવી દેવામાં આવ્યું હતું તે માનસિકતાને શહેર પ્રમુખ ચેતન ગજેરાએ આકરા શબ્દોમાં વખોડી હતી. ભાજપ ગોડસેની વિચારધારાને આગળ વધારી રહ્યું છે આવી માનસિકતાની સામે રોષ વ્યાપક જોવા મળ્યો હતો.

Last Updated : May 20, 2022, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.