- ગ્રેડ પેની ગૂંચવણને લઇ જામનગરમાં શિક્ષકોએ કર્યો વિરોધ
- 4 દિવસમાં સમસ્યા ઉકેલો નહીં તો થશે રાજ્યવ્યાપી આંદોલન
- પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો લડતના મૂડમાં
જામનગરઃ રાજ્ય સરકાર સાથે અવારનવાર નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમાં રાજ્ય સરકારે પોઝિટિવ વલણ દાખવ્યું હતું. છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે શિક્ષકો વિરોધ પ્રદર્શનના મૂડમાં જોવા મળી રહ્યાં છે અને આગામી ચાર દિવસ બાદ રાજ્યવ્યાપી હડતાળ કરવાની તૈયારી કરી રહ્યાં છે.
- ચાર દિવસ બાદ નગર પ્રાથમિક શિક્ષકો કરશે આંદોલન
નગર પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકો આરોપ લગાવી રહ્યાં છે કે તેમની સાથે રાજ્ય સરકાર ભેદભાવભર્યું વલણ દાખવી રહી છે. ખાસ કરીને ગ્રેડ પે 4200થી વધારી 4400 કરવામાં આવે અને નગર પ્રાથમિક શિક્ષકોને નિયમિત પગાર મળે તેવી માગણી કરવામાં આવી છે.
- આચાર્યોમાં રોષની લાગણી જોવા મળી રહી છે
હજારો આચાર્ય દ્વારા પડતર માંગણીઓ પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની ખાતરી આપવામાં ન આવતાં આંદોલન કરી રહ્યાં છે.
ગ્રેડ પેની ગૂંચવણ ચાર દિ'માં ઉકેલ નહીં તો જામનગરના શિક્ષકોએ આપી રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
બાળકોના ઘડતર માટે શિક્ષણ ખૂબ જ મહત્વનો પાયો છે અને શિક્ષકોના હક માટે જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આગામી ચાર દિવસમાં જો ગ્રેડ પે સમસ્યાનો ઉકેલ નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગ્રેડ પેની ગૂંચવણ ચાર દિ'માં ઉકેલો નહીં તો જામનગરના શિક્ષકોએ આપી રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી