ગાંધીનગરઃ પેથાપુર નગરપાલિકા વિસ્તાર સહિત 18 ગામનો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ગામના પદાધિકારીઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય કર્મચારીઓને ત્યાં બેસાડી દેવામાં આવ્યાં છે. ત્યારે પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોની સામાન્ય સમસ્યાઓનું સમાધાન આવતું નથી. તેને લઈને આજે પેથાપુરના નગરજનો દ્વારા પેથાપુર નગરપાલિકા કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
પેથાપુર નગરસદનને તાળાં મારવા આવેલાં ગ્રામજનોએ પોલીસ જોતાં આવેદન આપી સંતોષ માન્યો! આ બાબતની જાણ પોલીસને થતા મોટી સંખ્યામાં કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. નગરજનો તાળાં મારવા માટે આવ્યાં પણ હતાં. પરંતુ મોટી સંખ્યામાં પોલીસ હોવાના કારણે ચીફ ઓફિસરને અહીંયા ડમ્પિંગ સાઈટ બનાવવી ન જોઈએ, તે મુદ્દાને લઈને આવેદનપત્ર આપી રવાના થઇ ગયાં હતાં.
પેથાપુર નગરસદનને તાળાં મારવા આવેલાં ગ્રામજનોએ પોલીસ જોતાં આવેદન આપી સંતોષ માન્યો! પેથાપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગણપતસિંહ વાઘેલાએ કહ્યું કે, પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમારો પહેલેથી જ વિરોધ રહ્યો છે. પરંતુ હવે આ સમાવિષ્ટ કરાયા બાદ મહાનગરપાલિકા દ્વારા આખા ગામનો કચરો પેથાપુરમાં લાવીને ડમ્પિંગ સાઈટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે આ બાબતે અમારો સખત વિરોધ છે. જેને લઈને આજે અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. તે ઉપરાંત રોડ રસ્તા ગટર અને પાણીની અનેક સમસ્યાઓ છે પરંતુ તેની ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.
પેથાપુર નગરસદનને તાળાં મારવા આવેલાં ગ્રામજનોએ પોલીસ જોતાં આવેદન આપી સંતોષ માન્યો!