ગાંધીનગરઃ મહેસૂલપ્રધાને વધુમાં જણાવ્યું કે અગાઉની સરકાર વખતે પાક વીમા યોજનાનો લાભ પ્રીમિયમ ભરાઈ અને વીમા કંપનીઓના વારંવાર ધક્કા ખાવા પછી જ મળ્યો હતો જ્યારે આ મુખ્યપ્રધાન સહાય યોજનાનો લાભ વગર પ્રીમિયમએ કુદરતી આફતોમાં નુકસાન થયેલ તમામ ખેડુતોને લાભ મળવાનો છે. અગાઉની સરકારોમાં વીજળી રાત્રે આપવામાં આવતી હતી એટલે ખેડૂતોને ઉજાગરા કરવા પડતાં હતાં. જયારે હવે, આપણે વીજ ઉત્પાદનમાં સરપ્લસ છીએ અને દિવસે વીજળી આપવામાં આવે છે. એટલે કે, ભાજપાની સરકારે વીજળી- પાણી-બિયારણો- ખાતર- કૃષિ સાધનો અને ખેત પેદારોના પોષણક્ષમ ભાવોની સુરક્ષાની વ્યવસ્થા કરી છે. અને ખેડૂતોના મહત્તમ પ્રશ્નો હલ કરવાના અગત્યના નિર્ણયો કર્યા છે.
ખેડૂતોના ચહેરા ઉપર હાસ્ય દેખાશે તો જ દેશની સમૃદ્ધિ દેખાશે: મહેસૂલપ્રધાન
માણસા ખાતે મુખ્યપ્રધાન કિસાન સહાય યોજનાના પ્રચાર અને પ્રસાર કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતાં હેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે, ખેડુતોના ચહેરા પર હાસ્ય હશે, તો જ દેશની પ્રગતિ દેખાશે તેથી રાજ્ય સરકારે ખેડૂતો મુશ્કેલીઓ - સમસ્યાઓ અને પ્રશ્નોની ચિંતા કરીને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડા કમોસમી વરસાદમાં થયેલ નુકસાનમાં સહાય મળે તે માટે મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના અમલી બનાવી છે. જેનો પ્રચાર પ્રસાર અંતરિયાળ અને છેવાડાના ખેડૂતો સુધી થાય અને કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂત લાભથી વંચિત રહી ન જાય તેવા પ્રયાસો કર્યા છે.