ગાંધીનગર: ગુજરાતમાં સફળ મુખ્યપ્રધાનની તરીકેની ફરજ બજાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશના વડાપ્રધાન તરીકે 26 મે 2014ના દિવસે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 119 દિવસ દિલ્હી રહ્યા હતા અને ત્યારબાદ તેમના 64માં જન્મદિવસે ગુજરાતના (PM Modi Gujarat visit and Occasion) પ્રવાસ દરમિયાન માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. હવે પીએમ મોદી 8 વર્ષમાં પ્રથમ વખત માતા હીરાબાના (100 Birthday of Heeraba) જન્મ દિવસના દિવસે મુલાકાત લેશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ (Memorable Moments with PM Modi) શપથ લેતા પહેલા પણ નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. એ દિવસ હતો તારીખ 22 મે 2014.
આ પણ વાંચો: કોંગ્રેસ કેમ આટલી ડરી ગઈ છે? એમને EDની નોટીસથી આટલો ડર કેમ લાગે છે :સી.આર.પાટીલ
2 વર્ષ બાદ હીરાબા દિલ્હી ગયા: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને મળવા માટે હીરાબા બે વર્ષ પછી તારીખ 15 મે 2016ના દિવસે દિલ્હી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબા ને વ્હીલચેરમાં બેસાડીને આખું PM હાઉસ બતાવ્યું હતું. જ્યારે હીરાબા પ્રથમ વખત દિલ્હીની મુલાકાત કરી હતી. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કેટલાક ફોટો પણ શેર કર્યા હતા.
ફેબ્રુઆરી 2016માં એડમીટ: ફેબ્રુઆરી 2016 માં માતા હીરાબાની તબિયત લથડી હતી. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું એડમીટ કરવામાં આવ્યા હતા. રિકવરી બાદ હીરાબાને રજા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ધોરણે ટેલિફોનક વાત કરીને ખબર અંતર પૂછયા હતાં. એ જ સમયે માતા હીરાબાએ પીએમ મોદીને ટેલીફોનિક વાતમાં નવા કાળા વાળ અને નવા દાંત આવ્યા હોવાની જાણ કરી હતી. વૃદ્ધ વ્યક્તિઓને કે જેઓ સો વર્ષની ઉંમરની આસપાસ ઉંમર થઈ હોય તેવા વૃદ્ધોને નવા વાળ અને દાંત આવતા હોય છે.
આ પણ વાંચો: પરિણીત યુવતીએ પિતાને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ
માતા સાથે મુલાકાતની ટાઈમલાઈન:
11 માર્ચ 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીએ અમદાવાદ એરપોર્ટથી ભાજપ કાર્યાલય કોબા સુધી રોડ શૉ કર્યો હતો. આ શૉ બાદ તેઓ સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ગયા હતા. એ પછી તરત જ ગાંધીનગર નિવાસસ્થાને માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા.
30 ઓક્ટોબર 2019: નર્મદા જિલ્લા પાસે કેવડિયા કોલોની ખાતે બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયું હતું. એ સમયે ગુજરાત રાજ્ય સરકાર તરફથી 31 ઓક્ટોબરે એક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 30 ઓક્ટોબર રાત્રે 8:30 કલાકે નવી દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. પછી તરત તેમણે રાજકાજના કામમાંથી સમય કાઢીને હીરાબાની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચો: નિરાધાર બાળકોના ભણવા માટેનું એક કેન્દ્ર એટલે 'ભાઈબંધની નિશાળ', શું છે વિશેષતા જાણો
કોવિડને કારણે બે વર્ષ દૂર રહ્યા: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાયું હતું. સુરક્ષાને ધ્યાને લઈને વડાપ્રધાન મોદીએ બે વર્ષ સુધી માતા સાથે કોઈ રૂબરૂ મુલાકાત કરી ન હતી. જ્યારે કેસ ઘટ્યા ત્યારે તેઓ માતાની મુલાકાત કરવા માટે આવ્યા હતા. કોરોનાના કપરા કાળમાં જ્યારે મોદીએ દેશવાસીઓને થાળી વગાડવા અને દીવા કરવા માટે આહવાન કર્યું ત્યારે હીરાબાએ પણ થાળી વગાડી અને દીવા કર્યા હતા. આમ તેમણે પોતાના પુત્રને સપોર્ટ કર્યો હતો.
100 રૂપિયા આપ્યા: વડાપ્રધાન બન્યાના 119 દિવસ બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એ સમયે ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ ગુજરાત આવવાના હતા. તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. માતાએ મોદીને આશીર્વાદમાં રૂપિયા 100 આપ્યા હતા.

આ પણ વાંચો: પાવાગઢ મંદિર 2 દિવસ ભક્તો માટે રહેશે બંધ, શું છે કારણ, જાણો
મતદાન કરે છે હીરાબા: ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની કે પછી કોર્પોરેશનની. દરેક ચૂંટણીમાં હીરાબા અચૂક મતદાન કરે છે. તેઓ નજીકના ચૂંટણી બૂથ પર જાય છે અને મતદાન કરે છે. તારીખ 3 ઓક્ટોબર 2021 ના રોજ યોજાયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ મતદાન કર્યું હતું.