- કોવિડ હોસ્પિટલ, ક્લિનિક, ડોક્ટર સાથે મુલાકાતો પણ કરી
- નિયમોનું પાલન કર્યું માટે કોરોનાથી બચવામાં સફળ
- કોરોના એ અદ્રશ્ય શત્રુ છે માટે સાવધાન અને ફોકસ રહો
ગાંધીનગર : એક સમયે ક્લેક્ટર ઓફિસમાં તેમની ઓફિસમાં કામ કરતા પ્યુન સહિતના સાતથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા હતા પરંતુ જિલ્લા કલેક્ટર તમામ પ્રકારની તકેદારીના લીધે ક્યારેય કોરોના સંક્રમિત થયા નથી. બહાર નિકળતા તેઓ સતત માસ્ક પહેરી રાખે છે, બહાર ગયા બાદ કોઈ પણ વસ્તુને ટચ ના કરવી, બહારનું ફૂડ અવોઇડ કરવું, સતત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વારંવાર હાથ ધોતા રહેવું, કલાકો કામ કર્યા છતાં પોઝિટિવ અભિગમ રાખવો અને સ્ટ્રેસ લીધા વિના કામ પૂરુ કરવું, આ પ્રકારના નિત્યક્રમ તેમનો આ મહામારીમાં છે અને એ જ કારણે તેઓ કોરોના સંક્રમણથી બચી શક્યા છે.
પ્રશ્ન : તમે જિલ્લા ક્લેક્ટર હોવા તરીકે કલાકો કામ કર્યું, રજાઓમાં પણ સતત કાર્યશીલ રહ્યા છો, આ સમયે પોતાની જાતને કોરોનાથી બચાવવા સફળ રહ્યા છો, કયા પ્રકારની તકેદારી રાખી હતી?
જવાબ : કોવિડ વાઇરસના કારણે પ્રોપર માસ્ક હંમેશા પહેરતો હતો, સામાજિક અંતર હંમેશા જાળવતો હતો , સતત હાથ ધોવનો આગ્રહ રાખ્યો છે, છેલ્લા એક વર્ષથી આ તમામ નિયમોનું પાલન કરુ છું, એટલું જ નહીં કામગીરીમાં પણ પૂરતું ધ્યાન રાખુ છું. જ્યારે પણ કામગીરીના ભાગરૂપે કોવિડ હોસ્પિટલ, ક્લિનિક, ડોકટર સાથે મુલાકાત લીધી હતી. ત્યારે આ તમામ નિયમોનું પાલન કરુ છું, બિન જરૂરી ચીજ વસ્તુઓ ક્યારેય બહારની ખાતો નથી.
ગાંધીનગરના જિલ્લા ક્લેક્ટર કુલદીપ આર્યાની ETV Bharat સાથે ખાસ વાતચીત પ્રશ્ન : કોવિડમાં જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છો, આવા સમયે સમાજિક અને પર્સનલ લાઈફને કઈ રીતે મેનેજ કરી છે? જવાબ : મારી વાઇફ પણ વર્કિંગ વુમન છે. જેથી સોશિયલ અને સામાજિક લાઇફ મારે વધુ ફેશ કરવી પડી નથી. કોરોના સંક્રમણ ચાલુ થયું અને આ પહેલા લોકડાઉન ઘોષિત થયું ત્યારે અલગ રીતનું એડમિનિસ્ટ્રેશન વર્ક હતું. લોકોને લોકડાઉનનું પણ અમલીકરણ કરાવ્યું, ઘરમાં લોકોને રહેવા માટે સૂચન કર્યું હતું. જો કે લોકડાઉનની અસર વ્યક્તિગત જીવન પર નહોતી પડી, ઘણા લોકોને ડિપ્રેશનનો શિકાર થયા હતા, એ પ્રકારની મુશ્કેલનીનો સામનો કરવો પડ્યો નથી. . કેમ કે, અમારું જે પ્રકારનું કાર્ય છે જેમાં બહાર રહીને જ કામ કરવું પડે છે. સતત પોઝિટિવ અભિગમ રાખ્યો છે.
પ્રશ્ન : બીજા વેવનો શું અનુભવ હતો, આ કામગીરી અને અનુભવ વિશે શું કહેશો? જવાબ : કોરોનાની બીજી લહેરમાં ચિંતા થતી હતી. લોકોની ડરાવી દેતી તસવીરો સામે આવતી, તેમાં પણ 15 થી 30 એપ્રિલ દરમિયાન કોરોના પેશન્ટની સંખ્યા ખૂબ વધી ગઈ હતી. વધુ બેડ, વધુ માત્રામાં ઑક્સિજન ઉપલબ્ધ કરાવવા, બીજી લહેર આ એક સ્ટ્રેસ ફૂલ માહોલ રહ્યો હતો. આ ખરાબ સમય છે અને હિંમત ન હારવી જોઈએ. આ સમય જલદી નીકળી જશે તેવું પોઝિટિવ વિચારી આગળ કામ કરતો રહ્યો, પરંતુ આ સમયે લીડરશિપનો સહયોગ મળ્યો તેમનો પણ હું આભારી છું.
પ્રશ્ન : ETV Bharatના દર્શકોને આ પ્રકારની કોરોનાની પરિસ્થિતિમાં શું મેસેજ આપવા માંગો છો?જવાબ : હુંETV Bhart ના દર્શકોને કહેવા માંગીશ કે તેઓ બિનજરૂરી બહાર ના નિકળa, માસ્કને સતત સારી રીતે પહેરીને રાખો જેમાં મોં અને નાક બરાબર ઢંકાયેલા રહે, કોઈ પણ વસ્તુને સ્પર્શ ન કરો, કેમ કે કોરોના એ અદ્રશ્ય શત્રુ છે.