● છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 3095 દુષ્કર્મ
● 14410 આત્મહત્યા
● 1944 ખૂન
● 4043 અપરાધિક ઇસમોને ઝડપવાના બાકી
ગાંધીનગરઃ છેલ્લાં બે વર્ષમાં ગુજરાતના 1944 ખૂન, 3095 દુષ્કર્મ, 4829 અપહરણ અને 14410 આત્મહત્યાનો બનાવ બન્યા છે. જ્યારે 21,148 આકસ્મિક મૃત્યુ થયાં છે. 4043 અપરાધીઓની ધરપકડ કરવાની બાકી છે.
● અમદાવાદ અને સુરત ગુનાખોરીના ગઢ
અમદાવાદ અને સુરત દુષ્કર્મના ગઢ બન્યા છે. અમદાવાદમાં બે વર્ષમાં 620 સુરતમાં 465 દુષ્કર્મની ઘટનાઓ નોંધાઈ છે. તેવી જ રીતે આત્મહત્યામાં પણ આ શહેર આગળ છે. દરરોજ રાજ્યમાં 03 જેટલા ખૂન અને 04 કરતા વધુ દુષ્કર્મની ઘટના નોંધાઇ છે. 37 જેટલા દૈનિક આકસ્મિક મૃત્યુના કેસ થઈ રહ્યાં છે. એટલે ગુજરાતમાં કોરોના કરતા દૈનિક અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો વધુ છે. તેથી નાગરિકો વધુ ગફલત રાખી રહ્યાં છે.
● શું કરશે ગુજરાત !
આ ગુનાખોરીના આંકડા ચોકાવનારા છે. પોલીસે સામાન્ય નાગરિક પર દંડ ઉઘરાવવાના કાર્યની જગ્યાએ ગુનાખોરી ડામવા કાર્ય કરે તે જરૂરી છે. જ્યારે રાજ્યના ગૃહવિભાગના કાર્ય પર પણ આ આંકડાથી પ્રશ્નાર્થ સર્જાયો છે.