- ગિરનારનો રોપ વે દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ
- PM મોદી ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરશે
- રોપ વે કુલ 2.3 કિલોમીટરનો બનાવવામાં આવ્યો
ગાંધીનગર :જૂનાગઢમાં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. તેઓ એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને ચાલુ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના આઠમના દિવસે જૂનાગઢના ગિરનાર પર નવનિર્મિત જૂનાગઢ રોપ વે પ્રોજેક્ટનું દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ રોપવે સમગ્ર દેશમાં કઈ રીતે અલગ છે. તેમજ કયા ટેકનિકલ પાસા જૂનાગઢ રોપવે ને અન્ય રોપવે થી અલગ કરે છે. તે બાબતે વાંચો ETV BHARATનો ખાસ અહેવાલ..
રોપ વે બનાવવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
રોપ વે બનાવનારી ખાનગી કંપનીના અધિકારી સાથે કરેલી ચર્ચા પ્રમાણે જૂનાગઢ રોપ વે બનાવવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ એવો રોપવે છે. જેને બનાવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. જ્યારે એની ટેકનિકલ બાબતે ઈટીવી ભારત સાથે અધિકારીએ સુત્રએ જણાવ્યું હતું કે ગિરનાર રોપ વે કુલ 2.3 કિલોમીટરનો બનાવવામાં આવ્યો છે.
8 મિનિટમાં 1 ટ્રીપ પુર્ણ કરવામાં આવશે
જૂનાગઢ ખાતે બનાવાયેલા રોપ વે નો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. જ્યારે અંબાજી ખાતે બનાવાયેલો રોપ વે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. જેથી જૂનાગઢ રોપ વે ની સ્પીડ વધુ છે. જે યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવામાં આવ્યું છે. જ્યારે રોપ વેમાં 8 મિનિટમાં 1 ટ્રીપ પુર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો :
- વડાપ્રધાન મોદી દ્વારા 24 ઑક્ટોબરે 3 પ્રૉજેક્ટનું લોકાર્પણ, આ અંગે ETV ભારતે અગ્રેસર રહી રજૂ કર્યો હતો અહેવાલ
- PM મોદી 24 ઑક્ટોબરે દિલ્હીથી જૂનાગઢના રોપ-વે અને અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલનું કરશે લોકાર્પણ
- 62 વર્ષોની લાંબી લડત બાદ આખરે આગામી 24 ઓક્ટોબરે ગિરનાર રોપ-વે રાષ્ટ્રને થશે સમર્પિતએશિયાના સૌથી મોટા અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વે નું લોકાર્પણ
પ્રતિ કલાક 800 લોકો રોપ વે મારફતે પ્રવાસ કરી શકશે
જ્યારે રોપ વેમાં વપરાયેલી રોપ જર્મનીથી મંગાવાઈ છે.કોચની વાત કરવામાં આવે તો કોચની ઊંચાઈ 900 મીટર રાખવામાં આવી છે. જે પણ યુરોપિયન ધારાધોરણથી રોપ વેનો કોચ બનાવાયો છે. જ્યારે પ્રતિ કલાક 800 લોકો રોપ વે મારફતે પ્રવાસ કરી શકશે. કુલ 2.3 કીમીના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે.
રોપ વેમાં પ્રવાસનું ભાડું રૂપિયા 700 રહેવાની સંભાવના
1 ટાવરની લંબાઈ 66 ફૂટ રખાઈ છે. આમ, હાલ પૂરતું રોપ વે પર 25 ટ્રોલી કાર્યરત કરાવામાં આવશે. જ્યારે આવનારા સમયમાં જરૂરિયાત પ્રમાણે ટ્રોલીની સંખ્યા વધારાશે. જ્યારે રોપ વેમાં પ્રવાસનું ભાડું રૂ. 700 રહેવાની સંભાવના છે. ભાડા અંગે અંતિમ નિર્ણય ટુરિઝમ વિભાગ કરશે. વર્તમાન સમયમાં કોવિડ 19 ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને પ્રતિ કોચમાં ફક્ત 4 જ વ્યક્તિ ને બેસવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવશે. આમ વડાપ્રધાન દ્વારા વિડીયો કોંફરન્સના માધ્યમથી લોકાર્પણ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ ભવનાથ જઈને રોપ વે મુસાફરી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ