ભાવનગર શહેરમાં દિવાળીમાં રોશની (Series and innovative lightings at electric shops) ફેલાવતી સિરિઝો (Diwali Decorative Series) બજારમાં આવી ગઈ છે. સિરિઝો ચાઈનીઝ અને ભારતીય બંને જોવા મળી રહી છે. ભાવ ચાઈનીઝમાં ખૂબ સસ્તા અને ભારતીયમાં મોંઘી અને ટકાઉ સિરિઝો બજારમાં આવી છે. Online ખરીદી વ્યાપારીઓને નુકશાન કરી રહી છે તો કેટલીક અપીલ સરકારને પણ કરાઈ છે.
બજારોમાં સિરિઝનું આગમન પણ કઈ સિરીઝની માંગ ભાવનગર બજારમાં દિવાળી આવી ગઈ છે સૌ પહેલો એહસાસ અલગ અલગ ઇલેક્ટ્રિક દુકાનમાં લટકતી નવી સિરીઝ લાઈટો કરાવે છે. કોરોના બાદ દિવાળીમાં આવેલી સિરિઝોમાં ચાઈનીઝ સિરીઝ મોટા પાયે જોવા મળી છે. જોકે ભારતીય સિરિઝોનું પણ આગમન થયું છે પણ ઘરમાં દિવાળીના દિવસો માટે ઘરને સુશોભિત રાત્રી દરમિયાન લાઇટિંગ દ્વારા કરવા માંગે ચાઈનીઝ સિરીઝની રહેવા પામી હોવાનું વ્યાપારી ફિરોઝ પઠાણ જણાવી રહ્યા છે.
કઈ સિરિઝો કને શુ ભાવ રહ્યા સિરિઝના આ વર્ષે દિવાળી આવી ગઈ છે તમે બજારમાં જતા હશો અને સિરિઝો જગમગતી જોતા હશો. ત્યારે આ સિરિઝોના ભાવનો (Light Series price in Diwali) જાણ્યા હોઈ તો અમે જણાવી દઈએ. વ્યાપારી ફિરોઝભાઈએ જણાવ્યું હતું કે, દિવાળીમાં હાલમાં લોકો સસ્તી અને સારી માંગી રહ્યા છે. ચાઈનીઝમાં 50 રૂપિયાથી લઈને 1500 સુધી આવે છે જેમાં ગોલ્ડન કલરની સિરીઝની માંગ (Demand for Golden Color Series) રહેવા પામી છે. જેમાં સ્ટાર, વોલ્સ, RB અને RG જેવી અનેક સિરિઝો આવે છે. જ્યારે ભારતીય સિરિઝો મોંઘી છે પણ 5 વર્ષ સુધી ટકાઉ હોઈ છે. ભારતીયમાં બોર્ડર પટ્ટા અને ફિક્સલ પટ્ટા જેવી 650ની સિરિઝો આવે છે. આ સિવાય અલગ નાઈટલેમ્પ જેવા તોરણ જેમાં લાઈટ હોય તેમજ લાઇટિંગ બોર્ડ, ગાર્ડન લાઈટ જેવી અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે.
વ્યાપારીઓ ONLINE ખરીદી સામે મૂંઝવણમાં સરકારને અપીલ દિવાળીને ગણતરીના દિવસો બાકી હોવા છતાં ગ્રાહકો જોવા મળતા નથી. બે મોટા વ્યાપારીઓનો જવાબ એક જ હતો કે ગ્રાહકો નથી ત્યારે ફિરોઝભાઈએ જણાવ્યું હતું કે, ONLINE ખરીદીને પગલે બજારમાં ગ્રાહકો આવતા નથી. મુંબઇ, અમદાવાદ દિલ્હી જેવા શહેરોમાંથી ચાઈનીઝ અને ભારતીય સિરિઝો આવે છે. કન્ટેનરોમાંથી માલ ઉતરતા અમે ખરીદી કરીયે છીએ પણ મોટા વ્યાપારીઓ, મોલવાળા અને ONLINE વાળા મોટી ખરીદી (Bulky buying by Online and Mall Traders) કરે છે. જેથી નાના વ્યાપારીઓની હાલત ખરાબ છે. સરકારે ONLINE ખરીદીમાં તો કોઈ નિયમો બનાવવા જોઈએ.