- વાડજ, હેબતપુર બાદ હવે દાણીલીમડામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી એક આરોપી ધરપકડ
- સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી એક જ જમીન ત્રણ જેટલા લોકોને વેચી
- તલાટીને ધ્યાને આવતાં ગુનો નોંધવામાં આવ્યો
અમદાવાદ : દાણીલીમડા ગામે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા અનિતાબેન વોરાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં દાણીલીમડા તાલુકા, મણીનગર સર્વે નંબર- 202માં બનેલી અલહબીબ સોસાયટી વિભાગ નં- 2 પ્લોટ નંબર બી/57 વાળી આશરે 100 વારની જમીન રેવન્યુ રેકર્ડ મુજબ સરકારે પડતર હોવાં છતા જમીન માફિયાઓ દ્રારા વર્ષ 2019માં ગેરકાયદેસર બાંધકામ કરી વેચાણ કરી દીધું હતું. આરોપી ઉસ્માન ઘાંચીએ અલહબીબ સોસાયટી વિભાગ નં- 2 પ્લોટ નંબર બી/57ની સરકારી જમીન પર બાનાખત બનાવી અન્ય વ્યક્તિ વેચી દીધી હતી. જે બાદ તલાટીને ધ્યાને આવતાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વ્યાજખોરના ત્રાસથી બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી
ACPએ મુખ્ય આરોપી ઉસ્માન ઘાંચી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કે ડિવિઝન ACPએ મુખ્ય આરોપી ઉસ્માન ઘાંચી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે તપાસ કરતા સરકારી જમીન પચાવી પાડનારા માફિયાઓ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી લોકો પાવર ઓફ એર્ટની અને બાનખત કરાવી વેચી નાખતા હતાં. જેમાં અન્ય ફરાર ચાર શખ્સ ઈરફાન ઉર્ફે રાધા શેખ, ઉવેશખાન ઉર્ફે ચંગુ દાદા પઠાણ, નાદિર શેખ અને જૂનેદખાન પકડવા તજવીજ હાથ ધરી છે, ત્યારે બીજી બાજુ જમીન માફિયા પર સરકારે લાલ આંખ કરી કાયદાના સકંજામાં લઇ રહ્યાં છે.