સુરતઃ સુરતનાઉમરપાડાના ચોખવાડા ગામે ૪ લોકો ઉપર પડી વીજળી, એકનું મૃત્યું
સુરત પાસે આવેલા ઉમરપાડા તાલુકામાંથી એક જીવલેણ ઘટના બની છે. ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે ચાર વ્યક્તિઓ પર વીજળી પડતા ગંભીર ઈજા થઈ છે. જ્યારે આ ઘટનામાં 14 વર્ષના એક તરૂણનું મૃત્યું નીપજ્યું છે. સાહિલ રમેશભાઈ વસાવા પોતાના ખેતરે ગયો હતો. આ દરમિયાન વીજળી પડતાં તરૂણનું મોત નિપજ્યું છે. તેની સાથે અન્ય ૩ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઉમરપાડાની સરકારી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલું છે.