રાજકોટ ડીવીઝન રેલવે મેનેજર પી. એ. નીનાવે દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં વિદ્યુતીકરણના કાર્યને લઇને અસરગ્રસ્ત ટ્રેનોની સૂચિ જાહેર કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-સોમનાથ ઇન્ટરસીટી એક્સપ્રેસ, અમદાવાદ-રાજકોટ લોકલ, ગાંધીનગર-ભાવનગર એક્સપ્રેસ, જયપુર-ઓખા એક્સપ્રેસ સહિત 26 ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી હતી.
જ્યારે રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ, દુરંતો એક્સપ્રેસ, બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, શ્રી માતા વૈષ્ણવદેવી કટરા-જામનગર એક્સપ્રેસ સહિત 16 ટ્રેનો આંશિક રૂપથી રદ કરવામાં આવી હતી. જ્યારે સોમનાથ-ઓખા એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, રામેશ્વર-ઓખા એક્સપ્રેસ પરિવર્તન માર્ગથી ચાલશે.
યાત્રીઓની સુવિધા તથા અતિરિક્ત ભીડને ઓછી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એપ્રિલ 2019થી 2 ગ્રીષ્મ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગરમીની રજાઓ દરમિયાન યાત્રીઓની સુવિધા માટે ચેન્નાઈ-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશેષ ટ્રેન તારીખ 13, 20 અને 27 એપ્રિલ તથા 4મેના દિવસે દોડાવવામાં આવશે.