ETV Bharat / city

પાટીલને લાદ્યુ બ્રહ્મજ્ઞાન: નવરાત્રી સંદર્ભે કોરોના ગાઈડલાઈન્સનું થવું જોઈએ પાલન

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કૃષિ બિલને આવકાર્યું હતું અને કોંગ્રેસની ટીકા કરી હતી. આ સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખે નવરાત્રી નહીં યોજવા અંગે પોતાનું મંતવ્ય જણાવ્યું હતું.

ETV BHARAT
નવરાત્રી સંદર્ભે કોરોના ગાઈડલાઈન્સનું થવું જોઈએ પાલન
author img

By

Published : Sep 21, 2020, 5:49 PM IST

Updated : Sep 21, 2020, 5:58 PM IST

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કૃષિ બિલને આવકાર્યું હતું અને કોંગ્રેસની ટીકા કરી હતી. આ સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખે નવરાત્રી નહીં યોજવા અંગે પોતાનું મંતવ્ય જણાવ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ સી.આર. પાટીલે 4 દિવસી સૌરાષ્ટ્ર પ્રવાસ કર્યો અને ત્યાર બાદ 3 દિવસનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. જે પ્રવાસ દરમિયાન કોરોનાની ગાઈડ લાઈન્સના ધજાગરા ઉડ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે જે સ્થળોએ પ્રવાસ કર્યો હતો, ત્યાં ભાજપના અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ કમલમમાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા અને ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

નવરાત્રી સંદર્ભે કોરોના ગાઈડલાઈન્સનું થવું જોઈએ પાલન

જો કે, હવે સી.આર.પાટીલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તેમને હોમ આઈસોલેટ કર્યા છે, ત્યારે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સી.આર.પાટીલને પત્રકાર દ્વારા સવાલ પુછાયો હતો, કે નવરાત્રી થવી જોઈએ કે નહીં. જેના જવાબમાં ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, નવરાત્રીની ઉજવણી કરવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને ડૉક્ટરો પણ નવરાત્રીની ઉજવણી નહીં કરવા અંગે કહી રહ્યા છે. જેથી મારા મંતવ્ય પ્રમાણે નવરાત્રી થવી જોઈએ નહીં.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 'કૃષિ સુધાર વિધેયક 2020' વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના કરોડો ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલું એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. આ કૃષિ સુધારાઓના કારણે ખેડૂતોને આગામી સમયમાં અનેક લાભો થવાના છે, ત્યારે કોંગ્રેસ દેશના કરોડો ખેડૂતો માટે લાભકારી એવા આ વિધેયકને આવકારવાના સ્થાને બેબાકળી બની ફક્ત અને ફક્ત પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું હીન કૃત્ય કરી રહી છે.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 'કૃષિ સુધાર બિલ 2020'માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને નુકસાન થાય તે પ્રકારની કોઈ બાબત તેમાં ઉમેરવામાં આવી નથી. ખેડૂતોના પાકની ટેકાના ભાવ(MSP)થી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે, પરંતુ આ બાબતે કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કરી રહી છે. વર્ષો સુધી સત્તામાં રહ્યા બાદ પણ ખેડૂતોની સમૃદ્ધિ માટે કાંઈ ઠોસ કાર્ય નહીં કરનારી કોંગ્રેસના ખેડૂત વિરોધી વલણને ખેડૂતો ક્યારેય માફ નહીં કરે. વડાપ્રધાન મોદીએ વિવિધ પેદાશોના ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને લાભ આપવાનું કાર્ય કર્યું છે.

આ કૃષિ સુધાર બિલના માધ્યમથી ખેડૂતોના વિકાસમાં આવતા અંતરાયોને દૂર કરવામાં આવ્યા છે. હવે દેશનો ખેડૂત સ્થાનિક APMC જ નહીં, પરંતુ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓમાં પણ હવે તંદુરસ્ત હરીફાઈ થવાના કારણે ખેડૂતને પોતાની પેદાશનો યોગ્ય ભાવ મળી રહેશે. વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને 3 દિવસમાં જ પેમેન્ટ કરી દેવું પડશે તેવી જોગવાઈ પણ કૃષિ સુધાર બિલ 2020માં કરાઈ છે. જેનો સીધો જ લાભ દેશના કરોડો ખેડૂતોને થશે.

2014માં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપ સરકાર માટે ગામડું ગરીબ અને ખેડૂત હંમેશા પ્રાથમિકતા રહી છે. દેશમાં યુવાનો, મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં લાવીને આગળ વધવાની તક પુરી પાડી છે. PM કિસાન યોજના હેઠળ 92 હજાર કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી સીધા ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. 'સ્વામીનાથન આયોગ'ના સુચનોને ધ્યાનમાં રાખી તેમજ તેમાં અન્ય ખેડૂતહિતની જોગવાઈઓનો ઉમેરો કરીને કૃષિ સુધાર વિધેયકને લાવવામાં આવ્યું છે. જેનાથી દેશના ખેડૂતોને અનેક ફાયદા થવાના છે અને તેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારના સમયમાં વર્ષ 2009-10માં દેશનું કૃષિ બજેટ 12,000 કરોડ રૂપિયા હતું. જે આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ૧,34,000 કરોડ રૂપિયા છે. વર્ષો સુધી કોંગ્રેસ દ્વારા દેશના ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું છે. આજે કોંગ્રેસ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના કરોડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ કૃષિ સુધાર બિલ અંગે ભ્રામક પ્રચાર કરી રહી છે, પરંતુ દેશનો ખેડૂત શાણો અને સમજુ છે, પોતાનું હિત-આહિત શેમાં છે તે સુપેરે જાણે છે.

Last Updated : Sep 21, 2020, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.