- પરપ્રાંતના લોકોનું પણ પ્રતિનિધિત્વ
- અનુભવી સાથે યુવા લોહીનો મેળ
- AMCની ચૂંટણીમાં ઉમેદવારી પસંદગીમાં ભાજપનો સમાજવાદ
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. શુક્રવારથી વિધિવત રીતે ભાજપ પ્રદેશ દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શુક્રવારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પસંદ કરેલા 192 ઉમેદવારના સામાજિક ઘટકો જણાવ્યા હતા.
અમદાવાદમાં વસતા પરપ્રાંતીય સમાજના પ્રતિનિધિત્વ માટે 15 ઉમેદવાર
અમદાવાદ શહેરના ભાજપના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપે વિવિધ જ્ઞાતિઓ તેમજ વિશિષ્ટ વ્યક્તિઓ મળીને 44 સમાજના પ્રતિનિધિત્વને ટિકિટો આપી છે. જેમાં અનુસૂચિત જાતિના 36 ઉમેદવાર અનુસૂચિત જનજાતિના 02 ઉમેદવાર, બક્ષીપંચ સમાજના 44 ઉમેદવાર, પરપ્રાંતના 15 ઉમેદવાર તથા અન્ય સમાજો સાથે મળીને 192 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરપ્રાંતીય સમાજમાંથી 15 ઉમેદવારમાંથી રાજસ્થાનના 5, મધ્યપ્રદેશના 3, ઉત્તર પ્રદેશના 04, મહારાષ્ટ્રના 01, દક્ષિણ ભારતના 01 તથા બિહારના 01 ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું છે.