અમદાવાદઃ શહેરમાં હવે ફૂડ ડિલિવરી કરતા લોકોથી સાવધાન (Beware of Delivery Boy) રહેવાની જરૂર છે. પા પાલડી વિસ્તારમાંથી પોલીસે 2 નકલી ડિલિવરી બોય વિપુલ આહીર અને હર્ષ બોરવાડિયાની ધરપકડ (Paldi police arrest fake delivery boy) કરી હતી. આ આરોપીઓ સોના, ચાંદી કે કિંમતી વસ્તુઓ નહીં, પરંતુ પાર્સલની ચોરી કરતા હતા.
આ પણ વાંચો- Rape in Gir Somnath: વેરાવળમાં સ્વિમિંગ શીખવા જતી પરિણીતા સાથે 7 વર્ષથી દુષ્કર્મ કરતા ટ્રેનરની ધરપકડ
આરોપીઓએ ચોરીના પાર્સલમાંથી 38 પાર્સલની કરી હતી ડિલિવરી
આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાત કોલેજ નજીક આવેલી ઈકોમ એક્સપ્રેસ પ્રાઈવેટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા વિજય દેસાઈ પાલડીમાં આવેલા સુરદીપ ડુપ્લેક્સમાં પાર્સલ ડિલિવરી માટે ગયો હતો. તેની પાસે 68 પાર્સલ હતા, જેમાંથી 38 પાર્સલ ડિલિવરી કરી દીધા હતા. જ્યારે એક પાર્સલ સુરદીપ ડુપ્લેક્સમાં આપવા માટે ગયો ત્યારે આરોપીઓ તેની પાસેથી 29 પાર્સલ ચોરીને ફરાર થઈ ગયા હતા. જોકે, આ ઘટના CCTVમાં કેદ થતા પાલડી પોલીસે આ બંને આરોપીની ધરપકડ (Paldi police arrest fake delivery boy) કરી હતી.
આ પણ વાંચો- Rape case In Daman : સરકારી હોસ્પિટલના સિક્યોરીટી ગાર્ડે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ
આરોપીઓ ઓન હેન્ડ મળતી રોકડ પોતાની પાસે રાખી લેતા હતા
ઝડપાયોલો આરોપી હર્ષ બોરવાડિયા વેજલપુરનો રહેવાસી છે અને અગાઉ તે ખાનગી ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો હતો. જોકે, મોજશોખ કરવા માટે આરોપી હર્ષ બોરવાડિયા પોતાના મિત્ર વિપુલ આહીર સાથે મળીને ચોરીનું ષડ્યંત્ર રચ્યું હતું, પરંતુ કોઈના ઘરે નહીં, પરંતુ પાર્સલની ડિલિવરી કરવા જતાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી કરવાનું નક્કી કર્યું. આરોપીઓએ ચોરી કરેલા પાર્સલ જુદા જુદા એડ્રેસ પર ડિલિવરી કરવા ગયા અને ઓન હેન્ડ મળતી રોકડ લઈ લેતા. જ્યારે જે પાર્સલનું પેમેન્ટ ઓનલાઈન થયું હોય તે પાર્સલ કોઈ ગરીબ વ્યક્તિને આપી દેતા હોવાનું ખુલ્યું હતું. હાલમાં પોલીસે બંને આરોપીની ધરપકડ (Paldi police arrest fake delivery boy) કરીને તપાસ શરૂ કરી હતી.
પાલડી પોલીસે આરોપીએ પાર્સલમાંથી કેટલી ડિલિવરી કરી તે અંગે તપાસ શરૂ કરી
પાલડી પોલીસે આરોપીએ (Paldi police arrest fake delivery boy) 29 પાર્સલમાંથી કેટલી ડિલિવરી કરી અને પાર્સલના પૈસાનો શું ઉપયોગ કર્યો. તેમ જ ઓનલાઈન પેમેન્ટના પાર્સલ કયા વિસ્તારમાં ગરીબોને આપ્યા. તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.