- કોરોનાના સમયમાં આયુર્વેદિક અને યોગનો સંગમ અસરકારક
- કેટલાક પ્રકારના યોગ કરવાથી કોરોનાને દૂર કરી શકાય છે
- કોરોનાથી બચવા માટે લોકો અપનાવી રહ્યા છે અલગ-અલગ ઉપચાર
અમદાવાદઃ દેશ સહિત સમગ્ર દુનિયામાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે કોરોના વાઈરસને લઈ ડૉક્ટર્સ તેમજ મેડિકલ ટીમ દ્વારા સતત મહેનત કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જો કે, હજી સુધી કોરોના વેક્સીન નહી આવવાને કારણે આ રોગનો ઈલાજ મળ્યો નથી, જેથી લોકો જ્યા સુધી કોરોનાની રસી ના શોધાય ત્યાં સુધી અલગ-અલગ જાતના ઉપાય કરીને કોરોનાથી બચવાની રીત અજમાવી રહ્યા છે, ત્યારે આ કોરોનાના સમયમાં આયુર્વેદિક અને યોગનો સંગમ પણ અસરકારક બની રહ્યો છે.
આયુર્વેદ નિષ્ણાત મીથીલેશ સોનીએ આયુર્વેદિક કોરોના કીટ બનાવી
આ વિષયમાં આયુર્વેદના નિષ્ણાત અને વર્ષોથી આયુર્વેદ વિશે લોકોને સાચી માહિતી આપીને જાગૃત કરનારા મીથીલેશ સોનીએ જણાવ્યું હતું કે, આજની આ ચેપી રોગગ્રસ્ત મહામારીમાં પોતાના સ્નેહીજનો તથા પોતાના પ્રિયજનોથી દૂર થવાનો ભય સતત રહ્યાં કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આવા કપરા સમયમાં આપણે આપણા પરિવારજનો તથા મિત્રો અને સ્નેહી જનોને સુરક્ષિત રાખવા, ખોટા ખર્ચ, તકલીફથી બચાવવા હવે શક્ય છે. આયુર્વેદિક અને યોગની મદદથી તમે કોરોના અને ચિકન ગુનિયા જેવા રોગોથી દૂર રહી શકાય છે અને તેને મટાડી પણ શકાય છે. મીથીલેશ સોનીએ આ રોગથી બચવા માટે એક આયુર્વેદિક કોરોના કીટ પણ બનાવી છે.
આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું ઘણું મહત્વ
આ વિષયમાં યોગ ગુરુ માધવી ત્રિવેદી અને મિતું બૂચ સાથે પણ ETV ભારતે ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યોગ કરવાથી પણ કોરોના સામે લડી શકાય છે. કેટલાક પ્રકારના યોગ કરવાથી કોરોનાથી બચી શકાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું ઘણું મહત્વ છે. તેમણે કહ્યું કે, સૂર્ય નમસ્કાર દ્વારા પણ તમે રોગથી દૂર રહી શકો છો.